- Advertisement -
ફૂલોથી સજાવવામાં આવેલું ઘર દરેકને પસંદ આવે છે. ફેંગશૂઈમાં પણ ફૂલોને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે.
– ઘરમાં તાજા ફૂલ રાખવા જોઈએ. ફેંગશૂઈ અનુસાર ઘરમાં સિલ્કના ફૂલ પણ સજાવી શકાય છે, પરંતુ આ ફૂલની ક્વોલિટી સારી નથી હોતી.
– ઘરમાં હંમેશા બ્રાઈટ કલરના સુગંધી ફૂલ લગાવવા જોઈએ.
– ફેંગશૂઈ અનુસાર, પિયોનિયાના ફૂલ આઝાદીની સમજ, કોમળતાનો અનુભવ કરાવે છે. એટલું જ નહીં કહેવામાં આવે છે કે આ ફૂલને ઘરમાં લાવવાથી સારો જીવનસાથી મળે છે. એવું કહેવામાં આવે છે કે પિયોનિયાના ફૂલ ઘરમાં લગાવવાથી લગ્ન જલ્દી થઈ જાય છે.
– ફેંગશૂઈ અનુસાર એકબીજા વચ્ચે સંબંધો મજબૂત બનાવવા માટે ઘરમાં પીળા રંગના ફૂલ લગાવવા જોઈએ.