લગ્ન પહેલા બેચલરેટ પાર્ટી એન્જોય કરવી હોય તો આ જગ્યાઓએ જરૂરથી જાવ

0
90

રણવીર-દીપિકા બાદ પ્રિયંકા-નિકના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન રહ્યા. આઉટફિટ્સથી લઇને જ્વેલરી, મેકઅપ, વેડિંગ વેન્યૂ દરેક ચીજનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. ટીવીથી લઇને ન્યૂઝપેપર્સ અને સોશિયલ મીડિયા પર એમની બેચલર પાર્ટચી, લગ્ન અને રિસેપ્શનના ફોટો છવાઇ ગયા. જેને જોઇને દરેક લોકોને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની ઇચ્છા થઇ જશે.

તમે નોટીસ કર્યું હશે કે લગ્ન પહેલા બેચલર પાર્ટીનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી જોરશોરથી ચાલી રહ્યો છે. પહેલા એને માત્ર થનાર દુલ્હો જ સેલિબ્રેટ કરતો હતો ત્યારે હવે દુલ્હનો પણ હલ્દી, મહેંદીની સાથે બેચલરેટ પાર્ટી સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકાએ પણ પોતાની બેચલરેટ એમ્સ્ટર્ડમમાં સેલિબ્રેટ કરી. જે હંમેશા સેલેબ્સના વેકેશન અને પાર્ટી માટે ફેવરિટ ડેસ્ટિનેશનમાં સામેલ રહ્યું છે. તો બીજી કઇ જગ્યા બેચલરેટ પાર્ટી માટે બેસ્ટ છે…જાણો એ માટે…

બ્રાતિસ્લાવા
સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પણ પાર્ટી તરીકે ખૂબ જાણીતું થઇ રહ્યું છે. ઐતિહાસિક હોવાની સાથે આ શહેર ખૂબ જ સુંદર છે. પાર્ટી હબની અહીંયા કોઇ કમી નથી. આ શહેર એ લોકોના લિસ્ટમાં ટોપ પર છે જે બજેટમાં બેચલર પાર્ટી કરવા ઇચ્છે છે. ક્લબ હોય કે બાર કોઇ પણ જગ્યાએ તમારે વધારે રૂપિયા આપવા પડતા નથી.

પ્રાગ
બેચલરેટ પાર્ટી માટે હિસ્ટોરિકલની સાથે સુંદર લોકેશન શોધી રહ્યા છો તો એના માટે પ્રાગ સૌથી સારી જગ્યા છે. રોમેન્ટિક સિટી પ્રાગમાં પાર્ટી માટે ઘણી જગ્યાઓ છે. સાથે જ આ જગ્યા બજેટ પ્રમાણે પણ યોગ્ય છે. જ્યાં તમે પૈસાનું ટેન્શન કર્યા વગર જોરદાર એન્જોય કરી શકો છો.ગોવાગોવા માત્ર પાર્ટી માટે નહીં એડવેન્ચર ટ્રિપ માટે ખૂબ જાણીતું છે. તમે અહીંયા આવીને રાતે પાર્ટી કરી શકો છો અને સવારે અલગ અલગ પ્રકારની એડવેન્ચર સ્પોર્ટસને એન્જોય પણ કરી શકો છો. ક્લબની ભરમાર હોવાની સાથે તમે અહીંયા બીચ પાર્ટી પણ કરી શકો છો. જે ખૂબ જ હેપનિંગ હોય છે. બોલીવુડથી લઇને હોલીવુડ ગીત પર ડાન્સ કરતાં બેચલરેટ સેલિબ્રેશનનો અલગ જ મજા હોય છે.

મોરક્કો
મોરક્કોને ક્યારેય પણ ઊંઘે નહીં એવું શહેર કહેવામાં આવે છે. જ્યાં એન્ટરટેઇનમેન્ટની કોઇ કમી નથી. ખાસ તરીકે મોરક્કોનું પેરિસ કહેવાતું શહેર Marrakech માં સવાર અને સાંજે લોકોની ભીડ અહીંયા એક સરખી હોય છે. અહીંની નાઇટ લાઇફ ખૂબ જ બેસ્ટ છે. ટ્રાવેલથી લઇને પાર્ટી દરેક માટે મોરક્કો સૌથી બેસ્ટ જગ્યા છે.

લંડન
લંડન ફરવા ઉપરાંત પાર્ટી ફ્રિક્સ માટે લંડન હંમેશા ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. ક્લબ, રબ, બારની અહીંયા ભરમાર છે. તો જો તમે બેચલરેટને ક્લાસીની જેમ સેલિબ્રેટ કરવા ઇચ્છી રહ્યા છો તો લંડનનો વિકલ્પ બેસ્ટ છે. જ્યાંથી બીટ્સ પર તમારી સાથે સાથે આખું લંડન ઠુમકા લગાવશે.

મેનચેસ્ટર
મેનચેસ્ટર પોતાના લાઉડ મ્યૂઝિક, નાઇટલાઇફ, ફેશન, ક્લબ અને બાર માટે સમગ્ર દુનિયામાં જાણીતું છે. રાત થતા જ અહીંનો નજારો અલગ થઇ જાય છે. બેચલર પાર્ટીમાં જોરદાર મસ્તી કરવી હોય તો મેનચેસ્ટર ખૂબ જ સારી જગ્યા છે. અહીંયા ડાન્સ કરવા માટે ડ્રિંકની જરૂર પડતી નથી અહીંયનું લાઉડ મ્યૂઝિક જ એટલો નશો કરાવે છે. તમારા ખાસ દિવસ પહેલાના દિવસોને હંમેશા માટે યાદગાર બનાવવા છે તો મેનચેસ્ટરનો પ્લાન કરો.

બાલી
ઇન્ડોનેશિયાના સૌથી શાનદાર અને કલ્ચરલ શહેરોના લિસ્ટમાં ટોપ પર બાલી છે. ફેમિલી ટ્રીપ હોય, હનીમૂન ટ્રીપ હોય, બેચલરેટ પાર્ટી માટે આ જગ્યા બજેટ ટ્રાવેલિંગ છે. બાલીમાં પણ ક્બલ અને પબની ભરમાર છે. જ્યાં તમે તમારા મિત્રો સાથે આખી રાત ડાન્સ પાર્ટી કરી શકો છો.

થાઇલેન્ડ-પતાયા -બેંગકોક
આ જગ્યાએ વોકિંગ સ્ટ્રીટ અને બીચ છે. જે લોકો રાતે ઊંઘવા નથી માંગતા એ લોકો આ જગ્યાએ જરૂરથી જઇ શકે છે. ત્યાં કોઇ પણ ડર કે ચિંતા વગર છોકરીઓ એકલી પણ અડધી રાતે ફરી શકે. આ તમામ જગ્યા તમારા પોકેટને પરવડે એવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here