લગ્ન પ્રસંગમાં માતેલા સાંઢની માફક ટ્રક ઘુસી ગયો, 15 લોકોના મોતની આશંકા

0
22

રાજસ્થાનમાં પ્રતાપગઢમાં એક લગ્ન પ્રસંગ માતમમાં બદલાઇ ગયો. અહીં એક બેકાબૂ ટ્રેલર જાનૈયાઓ પર ફરી વળ્યું છે. જેના કારણે ઘટના સ્થળે જ 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ છે. આ અકસ્માત પ્રતાપગઢ-ચિતોડગઢ નેશનલ હાઇવે-113 પર નાની સાદડી ગામે થયો.

નાની સાદડી વિસ્તારમાં અંબાવલી પાસે આવેલા હનુમાન ચોક ખાતે ગાડોલિયા સમાજનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બેકાબુ ટ્રેલર આ લગ્ન પ્રસંગમાં ઘૂસી ગયું.

જેમાં 12 જેટલા લોકો તો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. દુર્ઘટનામાં 24 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી 22 ઘાયલોને ઉદયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here