Sunday, October 17, 2021
Homeલદ્દાખમાં બરફવર્ષાથી 10 લોકો દબાયા, માઈનસ 15 ડિગ્રીમાં રેસ્ક્યુ ઓપરેશન; શ્રીનગરનો સંપર્ક...
Array

લદ્દાખમાં બરફવર્ષાથી 10 લોકો દબાયા, માઈનસ 15 ડિગ્રીમાં રેસ્ક્યુ ઓપરેશન; શ્રીનગરનો સંપર્ક ટૂટ્યો

લદ્દાખ: જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ભારે હિમસ્ખલનના કારણે ઘણાં વાહનો બરફ નીચે દબાઈ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા 10 લોકો ફસાયા હોવાની શક્યતા છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ભારતીય સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે વાતાવરણમાં ખૂબ ફેરફાર થતાં હોવાથી સેનાને રાહત બચાવ કામગીરીમાં પણ ઘણી તકલીફ થઈ રહી છે. લદ્દાખના માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે 7 વાગે લદ્દાખના ખારદુંગલામાં રસ્તા વચ્ચે બરફનો પહાડ ધસી આવ્યો હતો. તેના કારણે ઘણાં પ્રર્યટકો દબાઈ ગયા હતા. ખારદુંગલામાં આ દુનિયાનો સૌથી ઉંચાઈ પર આવેલો રસ્તો છે. અહીંનું તાપમાન માઈનસ 15 ડિગ્રી કરતા પણ ઓછું છે.

દિલ્હીમાં દોઢ કલાક સુધી એક પણ ફ્લાઈટ ઉડાન ન ભરી શકી

દિલ્હીમાં શુક્રવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે અંદાજે દોઢ કલાક સુધી એક પણ ફ્લાઈટ ઉડાન ભરી શકી નહતી. ખરાબ વિઝિબિલીટીના કારણે એરપોર્ટ પ્રશાસને સવારે 5.30થી 7 વાગ્યા સુધી દરેક વિમાનોની ઉડાન રોકી દીધી હતી. દિલ્હીથી આવતી-જતી ટ્રેન ઉપર પણ ધુમ્મસની અસર જોવા મળી હતી. 15-20 ટ્રેન મોડી પહોંચી હતી. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરફ વર્ષા થઈ છે. તેના કારણે ગુરુવારે ગુલમર્ગમાં તાપમાન માઈનસ 10 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.

મહિનામાં બીજીવાર જમ્મુ-કાશ્મીરનો હવાઈ સંપર્ક ટૂટ્યો

હવામાન ખરાબ હોવાના કારણે છેલ્લા બે દિવસથી શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક પણ ફ્લાઈટે ઉડાન ભરી નથી. અહીં બે દિવસમાં અંદાજે 22 ફ્લાઈટ રદ થઈ છે. આ મહિનામાં બીજી વખત એું થયું છે જ્યારે જમ્મુ-કાશ્મીરનો દેશ-દુનિયા સાથેનો હવાઈ સંપર્ક ટૂટ્યો છે.

શ્રીનગરમાં ગુરુવારે તાપમાન માઈનસ 2.1 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 1-2 દિવસમાં બરફવર્ષાના કારણે વાતાવરણ વધારે ખરાબ થઈ શકે છે.

રોહતાંગ સહિત મનાલીમાં પણ બરફવર્ષા

હિમાચલના રોહતાંગ સહિત મનાલીના પણ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. કેલાંગમાં ગુરુવારે રાતે તાપમાન માઈનસ 10 ડિગ્રી જોવા મળ્યું હતું. અહીં 3 સેમી સુધીની બરફવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત હિમાલયમાં પણ બરફવર્ષા થઈ રહી છે. અહીંની સ્થાનિક સરકારે હાલ પર્યટકોને ન આવવાની ભલામણ કરી છે.

1-14 જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં ઠંડીના કારણે 14ના મોત

પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે ગુરુવારે ફરી દિલ્હીમાં ઠંડી વધી ગઈ છે. અહીં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની છે. એનજીઓ સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1થી 14 જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં ઠંડીના કારણે 23 લોકોના મોત થઈ ગયા છે.

બરફવર્ષા ચાલુ રહેશે, ઠંડી વધશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં શનિવારથી બરફવર્ષા વધવાની શક્યતા છે. 19થી 23 જાન્યુઆરી દરમિયાન ખીણ વિસ્તારમાં બરફવર્ષા થશે. તેથી લોકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું છે. ઉત્તરાખંડમાં ચારેય ધામ સહિત હિમાલયમાં પણ બરફવર્ષા થઈ છે અને આગામી સમયમાં પણ થવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments