લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ, કારગિલથી 200 કિમી ઉત્તર-પશ્વિમમાં કેન્દ્ર, મેઘાલયમાં પણ આંચકા

0
0
લદ્દાખમાં રાત્રે 8.15 વાગ્યે ભૂકંપ આવ્યો, મેઘાલયમાં લદ્દાખથી પહેલા આંચકા આવ્યા અને અહીં તીવ્રતા 3.3 હતી
  • લદ્દાખમાં રાત્રે 8.15 વાગ્યે ભૂકંપ આવ્યો, મેઘાલયમાં લદ્દાખથી પહેલા આંચકા આવ્યા અને અહીં તીવ્રતા 3.3 હતી

લદ્દાખ: લદ્દાખમાં શુક્રવારે રાત્રે 8.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર કારગિલથી 200 કિમી દૂર ઉત્તર-પશ્વિમમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઇ હતી. મેઘાલયમાં પણ શુક્રવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર તુરાથી 79 કિલોમીટર દૂર પશ્વિમમાં હતું.

થોડા દિવસો અગાઉ મિઝોરમ અને ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો
મિઝોરમમાં 24 જૂને સવારે 8 વાગ્યાને 2 મિનિટે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.1 હતી. અહીં લગાતાર ચાર દિવસમાં ચોથો ભૂકંપ આવ્યો હતો. તે પહેલા આઇઝોલમાં 3.7ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

ગુજરાતમાં પણ 14 જૂનના રાત્રે 8 વાગ્યાને 13 મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 હતી. તેનું એપિસેન્ટર કચ્છના વોંધ ગામમા હતું. કચ્છમાં દસ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. રાજકોટમાં ત્રણ આફ્ટર શોક આવ્યા હતા. તે પહેલા ભૂકંપના આંચકા પણ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here