લલિત કળામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડોદરાના આર્ટીસ્ટ જ્યોતિ ભટ્ટને પદ્મશ્રીનું સન્માન

0
27

વડોદરાઃ રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રેસિડન્ટ રામનાથ કોવિન્દના હસ્તે 4 પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મશ્રી સહિત 112 પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં 12 માર્ચ 1934માં ભાવનગર ખાતે જન્મેલા અને ત્યારબાદ વડોદરામાં સ્થાયી થયેલા આર્ટિસ્ટ જ્યોતિન્દ્ર મનશંક ભટ્ટને પદ્મ શ્રી એવોર્ડ અપાશે.

મહિલાઓનો નદી કાંઢે પાણી ભરતો ફોટો વિશ્વ વિખ્યાત થયો હતો

1966માં જ્યોતિ ભટ્ટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર એન.એસ.બેન્દ્રે અને કે.જી.સુભ્રમણ્યમ્ પાસે પેન્ટિંગ અને લલિત કળાનું જ્ઞાન લીધું હતું. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા જ્યોતિ ભટ્ટે દેશ-વિદેશમાં ભ્રમણ કરીને લાખોની સંખ્યામાં ફોટો ક્લિક કર્યાં છે. તેમનો ગુજરાત રાજ્યના ટ્રાઇબલ વિસ્તારની મહિલાઓનો નદી કાંઢે પાણી ભરતો ફોટો વિશ્વ વિખ્યાત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here