Wednesday, September 22, 2021
Homeલવ રંજનની ફિલ્મમાં એકસાથે દેખાશે રણબીર કપૂર-દીપિકા પાદૂકોણ, અજય દેવગણ પિતાનો રોલ...
Array

લવ રંજનની ફિલ્મમાં એકસાથે દેખાશે રણબીર કપૂર-દીપિકા પાદૂકોણ, અજય દેવગણ પિતાનો રોલ પ્લે કરશે

બોલિવૂડ ડેસ્કઃ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની જોડી ફરી એકવાર સાથે જોવા મળી શકે છે. ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફેમ ડિરેક્ટર લવ રંજને એક એક્શન થ્રિલર ફિલ્મ માટે આ બંનેનો સંપર્ક કર્યો છે. રણબીર અને દીપિકાએ એકસાથે ઘણી ફિલ્મોમાં કામ સાથે કામ કર્યું છે. તેઓ છેલ્લે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘તમાશા’માં સાથે જોવા મળ્યાં હતાં. જોકે, ફિલ્મ ભલે ફ્લોપ થઈ ગઈ હોય પણ બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવા છતાં આ બંનેની કેમેસ્ટ્રીએ સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી દીધી હતી.

આ અનટાઇટલ્ડ ફિલ્મમાં અજય દેવગણ રણબીરના પિતાના રોલમાં જોવા મળશે. લાંબા સમયથી આ ફિલ્મની હિરોઈન માટે શોધ ચાલી રહી હતી અને હવે તેના માટે દીપિકાનું નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે. દીપિકા અત્યારે તેની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ ‘છપાક’માં વ્યસ્ત છે. જ્યારે અજય દેવગણ પણ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં વ્યસ્ત છે. રણબીર કપૂરની વાત કરીએ તો તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘શમશેરા’ના શૂટિંગમાં જોડાયેલો છે. લવ રંજનની ફિલ્મ માટે વર્ષના અંત સુધી ત્રણેય સ્ટાર્સે પોતાની કરન્ટ ફિલ્મોનું શૂટિંગ પૂરું કરી દેવું પડશે કારણ કે, લવ રંજન પોતાની ફિલ્મને ડિસેમ્બર મહિનામાં ફ્લોર પર લાવવા માગે છે.

આ ફિલ્મ લવના કરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ છે. આ ફિલ્મ માટે અજય અને રણબીરના નામ અગાઉથી નક્કી હતા. રણબીરે ટાઇમ્સ નાઉને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘હું અજય સરને બહુ માનું છું. બીજીવાર તેમની સાથે કામ કરવું મારા માટે ખુશીની વાત છે.’ અજય પણ રણબીર સાથે ફરીવાર સ્ક્રીન શેર કરવા માટે ઉત્સુક છે. આ વિશે તેણે વાત કરતાં કહ્યું, ‘રણબીર આજની જનરેશનના સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાંનો એક છે. નાની કરિયરમાં તેણે કમાલના રોલ્સ પ્લે કર્યા છે.’ આ પહેલાં આ બંને ફિલ્મ ‘રાજનીતિ’માં સાથે કામ કરી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments