લાખણી કોર્ટ : ૮ વર્ષ જૂના કેસ માં આરોપી ને ૭ માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ રૂ એક હજાર નો દંડ નો હુકમ

0
0
લાખણી કોર્ટ હાલ અસામાજિક તત્વો સામે કરી લાલ આંખ લાખણી કોર્ટે ૮ વર્ષ જૂના લાખણી તાલુકાના સેકરા ગામ નો કેસ ચાલી જતાં લાખણી કોર્ટે આરોપી  ને  ૭ માસની સજા ફાટકારી હતી અને ફરિયાદી બાઇને વળતર અપાવ્યું હતું આ બનાવમાં સેકરા ગામે  આજથી ૮ વર્ષ પહેલા આ ગામના આરોપી પાંચાભાઈ જગમાલભાઇ રબારી રહેવાસી સેકરા વાળાએ પડોશમાં રહેતા ફરિયાદી જબીબેન વા/ઓફ ઈશ્વરભાઈ  ઠાકોર સાથે ઝઘડો કરી મારામારી કરી અને ઈજાઓ પહોંચાડેલ જેમા તેમની ઉપર ફોજદારી કેસ ચાલી જતા નામ, કોર્ટે દ્વારા સદર કેસના પુરાવો ધ્યાને લઇ તેમજ આ સામે  ફરિયાદ પક્ષે એ.પી.પી શ્રી વી એ જોષી ની ધારદાર રજૂઆત ધ્યાને લેતા લાખણી ના મહે. પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયું.મેજી.ફ.ક શ્રી એ.જે. સાહેબે આ કેસના આરોપીને ઇ.પી.કો.કલમ ૩૨૩ ના  ગુનામાં તકશિરવાન ઠરાવી  ૭ માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ રૂ  એક હજાર નો દંડ નો હુકમ ફરમાવેલ છે આવી સજા થી અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ નો માહોલ થવા પામેલ છે.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS,  બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here