Wednesday, September 28, 2022
Homeલાછરસ પ્રાઇમરી સ્કૂલના 9 શિક્ષકોએ સ્વખર્ચે ફિંગર ટચ બોર્ડ મુકાવી સ્માર્ટ ક્લાસ...
Array

લાછરસ પ્રાઇમરી સ્કૂલના 9 શિક્ષકોએ સ્વખર્ચે ફિંગર ટચ બોર્ડ મુકાવી સ્માર્ટ ક્લાસ બનાવ્યો

- Advertisement -

રાજપીપળા: ગુજરાતની પ્રાથમિક શાળાઓના વર્ગો સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકારે જ્ઞાનકુંજ પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ હેઠળ નાંદોદ તાલુકાની લાછરસ પ્રાઈમરી સ્કૂલ ધોરણ 7-8નો કલાસ સ્માર્ટ બનાવ્યો છે. આ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિજીટલ બોર્ડના માધ્યમથી ભણાવવામાં આવે છે. પરંતુ ધોરણ-6 નો કલાસ બાકી રહી જતો હોવાથી મયંક ભટ્ટ સહિત 9 શિક્ષકોએ ભાગે પડતા 7000 રૂપિયા મળી કુલ રૂ.63000ના સ્વખર્ચે સ્માર્ટ કલાસ તૈયાર કર્યો છે.

હાલ લાછરસ પ્રા.શાળાના ધોરણ 6ના ક્લાસમાં ફિંગર ટચ સ્માર્ટ બોર્ડ ફિક્સ કરવામાં આવ્યું છે.આ બોર્ડમાં પેન કે ચોક વગર ફક્ત આંગળી વડે લખી વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,બીઆરસી કો ઓર્ડીનેટર ચિરાગ મપારાની ઉપસ્થિતમાં આ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ફિંગર ટચ સ્માર્ટ બોર્ડ ધરાવતી શાળામાં નાંદોદ તાલુકાની લાછરસ પ્રા. શાળા પ્રથમ શાળા બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular