Sunday, January 23, 2022
Homeલાદેનના દીકરા પર અમેરિકાએ 71 કરોડનું ઇનામ, હમજાએ કહ્યું - પિતાના મોતનો...
Array

લાદેનના દીકરા પર અમેરિકાએ 71 કરોડનું ઇનામ, હમજાએ કહ્યું – પિતાના મોતનો બદલો લઇશ

ન્યૂયોર્ક : અમેરિકાએ અલકાયદાના ચીફ રહી ચૂકેલા ઓસામા બિન લાદેનના દીકરા હમજા બિન લાદેનનું ઠેકાણું જણાવનાર ને 10 લાખ ડોલર (અંદાજિત 71 કરોડ)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ શુક્રવારે કહ્યું કે, હમજા પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે.

અમેરિકા ભ્રમમાં ના રહે
અમેરિકાના વિદેશ વિભાગના ઓફિસર એમટી ઇવાનોફે કહ્યું કે, આ પગલું અમેરિકાના આતંકવાદ વિરૂદ્ધ દરેક હથિયાર ના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અન્ય ઓફિસર નાથન સેલ્સે કહ્યું કે, અલકાયદા થોડાં સમયથી શાંત છે, પરંતુ આ માત્ર કૂટનીતિની શાંતિ છે. અમેરિકાના નેવી સીલે 2 મે, 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં એક હવાઇ હુમલો કરીને લાદેનને મારી નાખ્યો હતો.
9/11 હુમલાના આરોપીની દીકરી સાથે લગ્ન
હમજા 9/11 આતંકી હુમલા માટે વિમાન હાઇજેક કરનાર મોહમ્મદ અટ્ટાની દીકરી સાથે લગ્ન કરી ચૂક્યો છે. ઓસામાના પિતરાઇ ભાઇઓએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, હમજા કદાચ અફઘાનિસ્તાનમાં છે અને તેની પત્ની ઇજિપ્તની રહેવાસી છે.
હમજા ઓસાબાની જીવિત બચેલી ત્રણ પત્નીઓમાંથી એકનો દીકરો છે. આ ત્રણેય એબટાબાદમાં અમેરિકન હુમલાના સમયે લાદેનની સાથએ રહી હતી. લાદેનના મોત બાદ તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા જતા રહ્યા હતા. અહીં તેઓને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે શરણ આપી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular