લાલુએ ગુલિવર સાથે પોતાની તુલના કરી, કહ્યું- મને પાડવાના પ્રયાસમાં અનેક વખત લોકો પડ્યા

0
29

પટનાઃ RJD અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે ટ્વીટ કરી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. લાલુએ કહ્યું કે તેને પાડવાના પ્રયાસમાં લોકો અનેક વખત પડ્યા છે. લાલુએ ટ્વીટ કરી કહ્યું, “લોકો લાખ ખરાબ ઈચ્છે તો પણ શું થાય, તે જ થાય છે જે જનતાને મંજૂર હોય છે.”

RJD સુપ્રીમોએ પોતાના ટ્વીટની સાથે તસવીર પણ જાહેર કરી છે. આ તસવીરમાં યાદવ ‘ગુલિવર ઈન લિલિપુટ’ના પાત્ર ગુલિવર સાથે પોતાના કદની તુલના કરતાં જોવા મળે છે. તસવીરમાં ભાજપ, RSS, સત્તારૂઢ જનતાદળ યુનાઈટેડ, CBI, ED, PMO, ITના માધ્યમથી તેમના બાંધવા કે કાબૂમાં કરવાના પ્રયાસો કરે છે તેવું દેખાડવામાં આવ્યું છે.

આ તસવીરની ઉપર લખ્યું છે, “ન હું પડ્યો ન મારા ઈરાદાઓના મિનારા પડ્યા, પણ મને પાડવાવાળા લોકો અનેક વખત ઢેર થયા.” આ પૂર્વે રવિવારે પટનાના ઐતિહાસિક ગાંધી મંદાનમાં NDAની સંકલ્પ રેલીમાં જોવા મળી લઈને ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો. ત્યારે તેઓએ લખ્યું હતું કે આટલી ભીડ તો હું પાનના ગલ્લા પર ઊભો રહું તો જોવા મળે છે. ઘાસ કૌભાંડમાં દોષી જાહેર થયાં બાદ RJD સુપ્રીમો હાલ અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે. તેમનો ઈલાજ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here