લાલુના દિકરા તેજપ્રતાપે પણ શત્રુઘ્ન સિન્હાને RJD પાર્ટીમાં સામેલ થવા નોતરું મોકલ્યું

0
31

નવી દિલ્હી: BJP-ભારતીય જનતા પાર્ટીના બળવાખોર અને બેફામ વાણીવિલાસ કરનારા શત્રુઘ્ન સિન્હાને લઇને રાજનીતિના કુંડાળાઓમાં ભારે અટકળો જોવા મળી રહી છે. ખાસ કરીને મમતા બેનર્જીની ગત સપ્તાહે કોલકતામાં આયોજીત એકતા રેલીમાં શત્રુઘ્ન સિન્હાએ ભાગ લઇને અનેક પ્રકારની રાજકીય અટકળોને તીવ્ર વેગ આપી દીધો છે. એવો પણ એક ક્યાસ લાગી રહ્યો છે કે ગુસ્સે ભરાયેલો ભાજપ શત્રુઘ્ન સિન્હાને ગમે તે સમયે પાર્ટીમાંથી વિદાય આપી દેશે.

અનેક અટકળો વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે બિહારના મુખ્ય વિપક્ષ દળ-રાજદના પ્રમુખ નેતા અને લાલુ પ્રસાદના મોટા દિકરા તેજપ્રતાપે યાદવે શત્રુઘ્ન સિન્હાને તેમના પક્ષમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. તેજપ્રતાપ યાદવનું આવું આમંત્રણ એવા સમયમાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતુ કે ભાજપ તેમની પાસેથી રાજીનામું માગશે તો તેઓ પક્ષ છોડવા તૈયાર છે. નોંધનીય છે કે શત્રુઘ્ન સિન્હા પટના સાહિબ બેઠકથી ભાજપના સાંસદ છે.

સમાચાર સંસ્થા ANIને આપેલા એક નિવેદનમાં તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતુ કે તેઓ સમયાંતરે શત્રુઘ્ન સિન્હા સાથે વાતચીત કરતા રહે છે. હું તેમને આજે પણ રાષ્ટ્રીય જનતા દળ-રાજદમાં સામેલ થવા આમંત્રણ આપુ છુ, તેઓ અમારા જનતા દરબારમાં સામેલ થઇ શકે છે. તેજપ્રતાપ હમણાથી સતત જનતા દરબાર આયોજીત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here