Saturday, September 25, 2021
Homeલાલુના પુત્ર તેજ પ્રતાપે બનાવી લાલુ-રાબડી મોર્ચા પાર્ટી, સસરા વિરૂદ્ધ ચૂંટણી લડવાની...
Array

લાલુના પુત્ર તેજ પ્રતાપે બનાવી લાલુ-રાબડી મોર્ચા પાર્ટી, સસરા વિરૂદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત

પટનાઃ લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે સોમવારે લાલુ-રાબડી મોર્ચા પાર્ટીની જાહેરાત કરી છે. જો કે તેઓએ કહ્યું કે તેમનો મોર્ચો અને RJD એક જ પાર્ટી છે. પરંતુ તેજ પ્રતાપે શિવહર અને જહાનાબાદ લોકસભા સીટની માગ કરી છે. તેઓએ પોતાના સસરા ચંદ્રિકા રાય વિરૂદ્ધ સારણ સીટ પરથી ઉતરવાનો નિર્ણય કર્યો છે.

તેજ પ્રતાપે કહ્યું કે ભાજપના લોકો તેને અને તેજસ્વીને અંદરોઅંદર લડાવવાના પ્રયાસો કરે છે. તેઓએ કહ્યું- હું એક વખત સ્ટેન્ડ લઉછું તો પલટી નથી મારતો. હું ચૂંટણી લડીશ અને જીતીશ. ચંદ્રિકા રાયને RJDથી ટિકિટ આપવા અંગે તેઓએ કહ્યું કે સારણથી કોઈ બહારની વ્યક્તિને ટિકિટ કેમ આપવામાં આવી? અમારી ઈચ્છા છે કે મા રાબડી દેવી અહીંથી ચૂંટણી લડે. અહીંથી મારા પિતા લાલુ યાદવ અનેક વખત ચૂંટણી લડીને જીત્યાં છે. છપરા અમારી પારંપરિક સીટ રહી છે.

તેજપ્રતાપે કહ્યું કે મહાગઠબંધનમાં કોઈ 3 સીટ માગી રહ્યું છે તો કોઈ 5, મેં 2 સીટ માગીને શું ભૂલ કરી દીધી. પાર્ટીમાં કાર્યકર્તાઓની અવગણવામાં આવે છે. જે કાર્યકર્તા પાર્ટી માટે જીવ આપી રહ્યાં છે તે લોકોને ટિકિટ ન આપવામાં આવી. હું તો માત્રા જહાનાબાદ અને શિવહરમાં બે કાર્યકર્તાઓ માટે ટિકિટ માગી રહ્યો છું.

RJD નેતાએ કહ્યું તેજસ્વીના નજીક રહેતાં લોકો તેને ભડકાવી રહ્યાં છે. તેને સાચું-ખોટુ કહીને પરિવારમાં ફુટ નાખવાનો પ્રયાસ કરે છે. તેઓ ઈચ્છે છે કે ઘરવાળાઓને અંદરોઅંદર લડાવીને રાજ કરવામાં આવે. હું એક વાત સ્પષ્ટ કરવા માગુ છું કે તેજસ્વી જ મારો અર્જુન છે અને તેને મુખ્યમંત્રી બનાવવાનું મારું લક્ષ્ય છે. પાર્ટીમાં ખોટું કામ કરનારને કાઢી મુકીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments