Monday, December 5, 2022
Homeદેશલાલુપ્રસાદ અને સીએમ નીતિશ કુમાર સોનિયા ગાંધીને મળ્યાં

લાલુપ્રસાદ અને સીએમ નીતિશ કુમાર સોનિયા ગાંધીને મળ્યાં

- Advertisement -

2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવનાની પહેલી તસવીર જોવા મળી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડી અને જેડીયુએના વડાઓએ આ દિશામાં પહેલ શરુ કરી દીધી છે. લાલુ પ્રસાદ યાદવ અને  બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ લાલુ અને નીતિશ કુમાર એકીસાથે ઘેર જઈને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તો નવાઈ નહીં.

હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા આવ્યાં હતા.

રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ તે (ભાજપ) 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે.” “હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, તેઓ (ભાજપ) અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular