લાલુ યાદવની પુત્રીએ કહ્યું કે આ કદાવર નેતાના હાથ કાપી લેવા જોઈએ

0
11

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા  ભારતીએ કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવ અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. મીસા ભારતીએ કહ્યુ કે, જે દિવસે રામકૃપાલ યાદવ પોતાના હાથમાં સુશિલકુમાર મોદીનું પુસ્તક પોતાના હાથમાં લઈને ઉભા હતા ત્યારે તેમના હાથ કાપી લેવા હતા.

મીસાએ આ પ્રકારનું નિવેદન આપતા વિવાદ થયો છે. 16 જાન્યુઆરીના રોજ પટનામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા હાજરી આપતા મીસાએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે, રામકૃપાલ યાદવ 17 વર્ષ સુધી લાલુના સૌથી નજીકના સાથી હતા. 2014માં તેમણે ભાજપ સાથે જોડાણ કર્યુ હતું. આરજેડીમાં રામકૃપાલ વિશાળ કદના નેતા હતા. 2014ની લોકસભાની ચૂંટણી પહેલા તેમણે રાજીનામું આપી ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here