લાલ કિલ્લામાં વડાપ્રધાન મોદીએ સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

0
52

નવી દિલ્હી: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 122મી જયંતીના દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લામાં સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું છે. આ મ્યુઝિયમમાં સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ સાથે જોડાયેલી વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર બોઝ પણ હાજર રહ્યા હતા.

આ સિવાય વડાપ્રધાને આજે યાદ-એ-જલિયા સંગ્રહાલય (જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ પર સંગ્રહાલય) અને 1857 (પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ) પર મ્યુઝિયમ અને ભારતીય કલાના સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.

શું છે સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમમાં?

માનવામાં આવે છે કે, આ મ્યુઝિયમમાં નેતાજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી લાકડાની ખુરશી, તલવાર આ ઉપરાંત આઈએનએ સંબંધિત અવોર્ડ, બેજ, યૂનિફોર્મ અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, INA વિરુદ્ધ જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેની સુનાવણી પણ લાલ કિલ્લામાં કરવામાં આવી હતી. તેથી મ્યુઝિયમ પણ અહીં જ બનાવવામાં આવ્યું છે.

મ્યુઝિયમમાં આવનાર લોકોને સારો અનુભવ થાય તે માટે તેને ડિઝાઈનર બનાવવામાં આવ્યું છે. તેમાં ફોટો, પેન્ટિંગ, ન્યૂઝ પેપરની ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો-વીડિયો ક્લિપ એનિમેશમ અને મલ્ટીમીડિયાની સુવિધા રાખવામાં આવી છે.

દ્વીપના નામ બદલવામાં આવ્યા હતા

થોડા સમય પહેલાં જ વડાપ્રધાન મોદીએ આઝાદ હિંદ ફૌજ દ્વારા અંદમાન નિકોબારમાં લહેરાવવામાં આવેલા ત્રિરંગાને 75 વર્ષ પૂરા થતાં તે સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાને ત્રણેય દ્વીપના નામ સુભાષ ટંદ્ર બોઝના નામે કરવાની જાહેરાત કરી હતી. અંદમાનમાં આવેલો હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ, નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ અને રોસ દ્વીપને નેતાજી સુભાષ ચંદ્ર  દ્વીપ નામ આપવામાં આવશે.

થોડું સુભાષ ચંદ્ર બોઝ વિશે…

સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને તેમની માતાનું નામ પ્રભાવતી હતું. નેતાજીના કાર્યકાળમાં તેમને કુલ 11 વખત જેલની સજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here