Tuesday, September 28, 2021
Homeલાલ બહાદૂર શાસ્ત્રીને કોણે માર્યા? જવાબ આપવા આવી રહી છે 'ધ તાશ્કંદ...
Array

લાલ બહાદૂર શાસ્ત્રીને કોણે માર્યા? જવાબ આપવા આવી રહી છે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’

બોલિવૂડ ડેસ્ક: લાગે છે કે વર્ષ 2019ને રાજનૈતિક ફિલ્મો માટે યાદ કરવામાં આવશે. વર્ષની શરૂઆતમાં જ એક પછી એક રાજનૈતિક ફિલ્મો ‘ધ એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ઠાકરે’, ‘એનટીઆર’ની બાયોપિક પછી ‘પીએમ નરેન્દ્ર મોદી’ રીલિઝ કરવામાં આવશે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ને લોકસભાની ચૂંટણીના વોટિંગ પહેલા રીલિઝ કરવામાં આવશે. આ વર્ષની રાજનૈતિક ફિલ્મોના લિસ્ટમાં મિથુન ચક્રવર્તીની ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ પણ સામેલ થઈ ગઈ છે.

આ ફિલ્મ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીના મૃત્યુ પર આધારિત છે. રાજનીતિમાં શાસ્ત્રીજીના મૃત્યુને લઇને આજે પણ ઘણા પ્રશ્નો ઊઠતા રહે છે. સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આ જ સવાલોને લઇને ‘ધ તાશકંદ ફાઇલ્સ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. શુક્રવારે ફિલ્મનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’નું ટ્રેલર 25 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 12 એપ્રિલના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’નું ટ્રેલર 25 માર્ચ 2019ના રોજ રીલિઝ થશે.કો-સ્ટાર નસીરુદ્દીન શાહ, શ્વેતા બાસુ પ્રસાદ, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, મંદિરા બેદી, પલ્લવી જોશી અને અંકુર રાઠી છે. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 12 એપ્રિલ 2019ના રોજ રીલિઝ થશે.’

લાલ બહાદૂર શાસ્ત્રીના આકસ્મિક અવસાનની આસપાસ ઘૂંટાતા રહસ્ય પર બનાવવામાં આવી છે. તેમાં મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, શ્વેતા બાસુ, પંકજ ત્રિપાઠી જેવા મોટા સ્ટાર્સ છે. ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ દિગ્દર્શિત કરી છે.

 

ફિલ્મના મેકર્સે આ ફિલ્મ માટે 3 વર્ષ સુધી રિસર્ચ પ્રક્રિયા હાથ ધરી હતી. ટીમે આ વિષય સંબંધિત ઘણાં ફેક્ટ્સ પણ એકઠાં કર્યાં છે. ગયા વર્ષે ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શાસ્ત્રીજીનાં મૃત્યુ સંબંધિત હકીકતો મંગાવવામાં આવી હતી. જે અંગે ટ્વિટ કરવામાં આવી હતી કે, ‘શું લાલ બહાદૂર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ સાથે જોડાયેલી કોઈપણ જાણકારી વિશે કોઇને ખબર છે?’ જો તેનાથી સંબંધિત કોઈ હકીકતની જાણ હોય તો કૃપા કરીને અમને મેઇલ કરો.’ આ સાથે તેમણે તેમનું મેઇલ આઈડી પણ શેર કર્યું હતું.

 

લાલ બહાદુર શાસ્ત્રી 10 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદમાં પાકિસ્તાન સાથેના શાંતિ કરાર કર્યાના 12 કલાક પછી (11 જાન્યુઆરી) અચાનક મૃત્યુ પામ્યા હતા. આજે પણ લોકો તેમના અચાનક થયેલા મૃત્યુની ઘટનાને પચાવી શક્યા નથી. તો હવે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં શાસ્ત્રીજીના મૃત્યુના રહસ્યનો ખુલાસો કેવી રીતે કરવામાં આવ્યો છે તે જોવું રસપ્રદ બનશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments