Friday, January 17, 2025
Homeવિદેશલાલ સાગરમાં અમેરિકી અને કોમર્શિયલ જહાજો પર ડ્રોન હુમલો: પેન્ટાગોન

લાલ સાગરમાં અમેરિકી અને કોમર્શિયલ જહાજો પર ડ્રોન હુમલો: પેન્ટાગોન

- Advertisement -

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો. પેન્ટાગોને આ માહિતી આપી હતી.USS Carney Warship, Commercial Ships Attacked In Red Sea, Pentagon Says |  World News, Times Now

યમનના હૌથી બળવાખોરોએ તેના પછી તે જહાજો પર હુમલો કર્યાનો દાવો કરતાં તેને ઈઝરાયલ સાથે જોડ્યું હતું. જોકે અમેરિકી નેવીના જહાજ પર હુમલાની જવાબદારી હૌથી બળવાખોરોએ સ્વીકારી નહોતી. પેન્ટાગોને કહ્યું હતું કે અમને લાલ સાગરમાં અમેરિકી યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલાની જાણકારી મળી છે. ડ્રોન વડે આ હુમલો કરાયો હતો. જે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો અને લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હતા.

તમને જણાવી દઇએ કે યમનમાં ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ લાલ સાગરમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને સતત નિશાન બનાવવાની શરૂઆત કરી છે. ઈઝરાયલને નિશાન બનાવીને જ આ હુમલા કરાતા હોવાનો પણ દાવો કરાયો છે. જોકે હૌથી તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular