Monday, September 27, 2021
Home'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ માટે આમિર ખાન 20 કિલો વજન ઘટાડશે
Array

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ માટે આમિર ખાન 20 કિલો વજન ઘટાડશે

બોલિવૂડ ડેસ્કઃ આમિર ખાને તેના 54મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની જાહેરાત કરી હતી. આ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું ઓફિશિયલ અડેપ્ટેશન છે. આમિર ખાન આ ફિલ્મ માટે 20 કિલો વજન ઘટાડવાનો છે. હાલ તે સ્પેશિયલ ડાયટ પર જ છે. આમિરે જણાવ્યું કે, ‘હું આ ફિલ્મ માટે 20 કિલો વજન ઘટાડવાનો છું અને તેના માટે હું વેજિટેરિયન ડાયટ પર છું. મેં બે બે અઠવાડિયાંમાં ઓલરેડી 3 વજન ઘટાડી નાખ્યું છે.’ ડોક્ટર નિખીલ ધુરંધર આમિર ખાનનું ડાયટ પ્લાન કરી રહ્યા છે. આમિર હાલ રોટલી, દાળ અને શાકભાજી ખાઈને જ તેનું ડાયટ ફોલો કરી રહ્યો છે. અગાઉ આ જ ડોક્ટરે ‘દંગલ’ ફિલ્મ માટે આમિર ખાનનું ડાયટ નક્કી કર્યું હતું. આ પહેલીવાર નથી કે આમિર ખાને ફિલ્મનાં કેરેક્ટર માટે પોતાના વજનમાં ફેરફાર કર્યો હોય. અગાઉ ‘પીકે’ અને ‘ગજિની’ જેવી ફિલ્મ માટે પણ તેણે પોતાના વજનમાં ફેરફાર કર્યો હતો.

 

‘લાલ સિંહ ચઢ્ઢા’
ફિલ્મ વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા સાથે પ્રોડ્યૂસ કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે, જેણે સિક્રેટ સુપરસ્ટાર બનાવી હતી. આ ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે આમિર 8 વર્ષથી મહેનત કરી રહ્યો હતો. ફોરેસ્ટ ગમ્પ ફિલ્મ 1994માં રિલીઝ થઇ હતી. ફોરેસ્ટ ગમ્પનો હીરો ટોમ હેન્ક્સ હતો. ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ પંજાબ અને આખા ઉત્તર ભારત બાજુ જ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments