પુલવામામાં CRPF જવાનો પર હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. આ રોષનો અસર હવે બન્ને દેશોની વ્યાપારીક સબંધો પર દેખાઇ રહી છે. ભારતથી પાકિસ્તાનમાં મોકલવામાં આવતી વસ્તુઓમાં કમી જોવા મળી રહી છે. કેટાલાય વેપારીઓ અને ખેડૂતોએ પાકિસ્તાનમાં પોતાનો સામાન મોકલવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતી વસ્તું પરની કસ્ટમ ડ્યુટીમાં 200 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતના ખેડૂતોએ પોતાની પેદાશો પાકિસ્તાન મોકવાની ચોખ્ખી ના કહી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનમાં મોકલવાની સ્પસ્ટ ના કહેતા જણાવ્યું હતું કે અમારા ટામેટાં સડી જાય તો ચાલશે પણ પાકિસ્તાન તો નહીં જ મોકલીયે.
ભારતમાં 10 રૂપિયે કીલો ટામેટાં મળે છે
સાઉથ એશીયાની એક પત્રકારે પોતાના ઓફીશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારતના ખેડૂતોની મનાઇના પગલે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનના મુખ્ય શહેર લાહોરમાં ટામેટાનો ભાવ 180 રૂપિયા પ્રતિ કીલો થઇ ગયો છે, જ્યારે ભારતમાં 10 રૂપિયે કીલો ટામેટા મળે છે. આઝાદપુર માર્કેટ પાકિસ્તાનને સૌથી વધારે ફળ-શાકભાજી સપ્લાય કરે છે, જેના કારણે વેપારીઓએ પોતાનો માલ ત્યા મોકવાનો ફેંસલે કર્યો છે.
પાકિસ્તાનમાં ટામેટાં ઉપરાંત બીજા શાકભાજી પણ મોંઘા
મીડિયા રિપોર્ટ અનુસાર અટારી-વાઘા બોર્ડરથી આશરે 80-100 ટામેટાંના ટ્રક પાકિસ્તાન જતા હતા જે પુલવામામાં થયેલા હુમલા બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ટામેટાં ઉપરાંત બીજા શાકભાજી પણ મોંઘા થયા છે. પાકિસ્તાનના શાકભાજી માર્કેટમાં બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં પહેલા બટાકા 10-12 રૂપિયે કીલો મળતા હતા જે અત્યારે વધીને 30-35 રૂપિયે કિલો મળી રહ્યા છે, ઉપરાંત કાકડી અને તુરિયાં 80 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહ્યાં છે.