લિમિટેડ એડિશન Mahindra Thar 700 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત

0
41

  • CN24NEWS-18/06/2019
  • Mahindraએ પોતાની ઓફ-રોડ SUV Tharનું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. Mahindra Thar 700 નામથી આવેલી આ SUVની કિંમત 9.99 લાખ રૂપિયા છે. આ કિંતમ સ્ટાન્ડર્ડ Tharની કિંમત કરતા 50000 રૂપિયા વધુ છે. કંપની આવી માત્ર 700 ગાડીઓ બનાવશે, જે વર્તમાન જનરેશન Tharના છેલ્લાં 700 યુનિટ પણ હશે, કારણ કે ત્યારબાદ કંપની નવી જનરેશન Thar લોન્ચ કરશે.Mahindra Thar 700ની સૌથી ખાસ વાત તેના ફ્રન્ટ ફેન્ડરની ઉપર આપવામાં આવેલો સ્પેશિયલ બેજ છે. આ બેજ પર  Mahindra Groupના ચેરમેન આનંદ મહિન્દ્રાના સિગ્નેચર છે. આ સ્પેશિયલ એડિશન Tharને બે કલર વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં નેપોલી બ્લેક શેડ અને એક્વા મરીન સામેલ છે.

 

આ ઉપરાંત અન્ય બદલાવોની વાત કરીએ તો, સ્પેશિયલ એડિશન Mahindra Thar 700માં ગ્રિલ પર બ્લેક ફિનિશ, સાઈટ અને બોનેટ પર સ્ટિકર, નવા સ્ટાઈલિસ્ટ 5-સ્પોક એલોય વ્હીલ્ઝ અને બંપર પર સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે. ઈન્ટીરિયરની વાત કરીએ તો, તેમાં Tharની બ્રાન્ડિંગની સાથે નવા લેધર સીટ કવર્સ આપવામાં આવ્યા છે.

 

1 એપ્રિલથી લાગૂ થયેલા સેફ્ટી નોર્મ્સને જોતા Thar 700માં ABS પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ ઓફ-રોડ SUVમાં કોઈ અન્ય મિકેનિકલ બદલાવો કરવામાં આવ્યા નથી. સ્પેશિયલ એડિશન Thar માત્ર 2.5-લીટર CRDe 4-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનમાંજ ઉપલબ્ધ છે. આ એન્જિન 105bhpનો પાવર અને 247Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે. લિમિટેડ એડિશન Mahindra Thar 700નું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here