Friday, December 3, 2021
Homeલીંબાયતમાં ગેરકાયદે બાંધકામની ચોથા માળની દીવાલ પડતા વિદ્યાર્થિનીનું મોત
Array

લીંબાયતમાં ગેરકાયદે બાંધકામની ચોથા માળની દીવાલ પડતા વિદ્યાર્થિનીનું મોત

સુરતઃ લીંબાયતના બાલાજી નગરમાં ચાલતા ગેરકાયદે બાંધકામના ચોથા માળની દીવાલ પડતા બે વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં 6 વર્ષીય પ્રિયાકુમારી દિનેશભાઈ પ્રજાપતિ નામની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. શુક્રવારની સવારે દુર્ઘટના બન્યા બાદ બન્ને ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં પ્રિયાકુમારીનું મોત થતા સમગ્ર ઘટના બહાર આવી હતી. હાલ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકી આઈ.જી. વિદ્યા મંદિરથી ઘરે જતી હતી

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મૃતક પ્રિયાકુમારી પ્રજાપતિ લીંબાયત બાલાજી નગરની રહેવાસી હતી. શુક્રવારની સવારે પ્રિયાકુમારી આઈ.જી. વિદ્યામંદિરથી બાળ બહેનપણી સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઘર નજીક બની રહેલા એક ચાર માળના બાંધકામની દીવાલ ચોથા માળેથી બન્ને બાળા પર પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments