Wednesday, September 22, 2021
Homeલીઝ ન ચૂકવવાને કારણે જેટ એરવેઝને બીજા 15 વિમાનોને ગ્રાઉન્ડ કરવા પડ્યા
Array

લીઝ ન ચૂકવવાને કારણે જેટ એરવેઝને બીજા 15 વિમાનોને ગ્રાઉન્ડ કરવા પડ્યા

મુંબઈઃ દેવામાં ડૂબેલી જેટ એરવેઝના બીજા 15 વિમાન ગ્રાઉન્ડ થઈ ગયા છે. કંપનીનું કહેવું છે કે વિમાન લીઝ પર ઉપલબ્ધ કરાવનારી કંપનીઓને ભાડું ન ચકવવાને કારણે આ સ્થિતી સર્જાઈ છે. તેની સાથે જ જેટના 119 વિમાનો માંથી ગ્રાઉન્ડ કરવામાં આવેલા વિમાનોની સંખ્યા વધીને 69 થઈ ગઈ છે. 30 વિમાનોને અન્ય કારણોથી ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે માત્ર 20 વિમાનોથી જેટ એરવેઝ તેની ઉડાનોનું સંચાલન કરી રહી છે.

નરેશ ગોયલ અને તેમની પત્નીના જેટના બોર્ડમાંથી રાજીનામા બાદ રેઝોલ્યુશન પ્લાન અંતર્ગત એરલાઈનને બેન્કો માંથી 1,500 કરોડ રૂપિયા મળનાર છે. એરલાઈન ગ્રાઉન્ડેડ વિમાનોને ઓપરેશનમાં લાવવાની તમામ કોશિશ કરી રહ્યું છે.

ક્રૂ મેમ્બર્સને સપ્ટેમ્બર સુધી

જેટ એરવેઝે બોઈંગ 737ના ક્રૂ-મેમ્બર્સની સાથે 11થી 26 એપ્રિલ સુધીનું નવું રોસ્ટર બનાવ્યું છે. આ સિવાય ફલાઈટ ક્રૂ-મેમ્બર્સને સપ્ટેમ્બર સુધીનો લાંબો બ્રેક લેવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ ક્રૂ મેમ્બર્સને લાંબો બ્રેક જોઈ તો હશે તો તેમણે મંજૂરી માટે ફ્લિટ ઓફિસને જાણ કરવાની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments