- Advertisement -
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફેસબુક પોસ્ટમાં સંસદની એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકશાહી ભારતની સૌથી મોટી તાકાત છે. તેઓએ કહ્યું કે આપણી સંસદમાં ચર્ચાને જોઈને અફઘાનની એક સાંસદે મને કહ્યું હતું કે અમારા દેશમાં તો આ પ્રકારની ચર્ચા પણ બંદૂકના જોરે થાય છે.
સંસદમાં ચર્ચા દરમિયાન વિઝિટર્સ ગેલેરીમાં હતા અફઘાની સાસંદ- રાહુલ
-
રાહુલે પોસ્ટમાં લખ્યું- લોકશાહી આપણાં દેશની સૌથી મોટી શક્તિ છે. આપણે કોઈ પણ કિંમતે તેની રક્ષા કરવી જોઈએ.
-
કોંગ્રેસ અધ્યક્ષે સંસદની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેઓએ લખ્યું કે- સંસદમાં એક દિવસ સભ્ય ચર્ચા કરી રહ્યાં હતા. આ દરમિયાન મેં વિઝિટર્સ ગેલેરીમાં અફઘાનિસ્તાનથી આવેલાં કેટલાંક સાંસદોને બેઠેલાં જોયા હતા.
-
રાહુલે કહ્યું કે હું તે સમયે એ વિચારી રહ્યો હતો કે આપણી સંસદમાં વિદેશથી આવેલાં સાંસદ બેઠેલા છે અને આપણે અહીં શું કરી રહ્યાં છીએ. અમે બૂમો પાડી રહ્યાં છીએ.
-
ચર્ચા દરમિયાન હોબાળો થઈ રહ્યો હતો. લોકો એક બીજા પર બૂમો પાડી રહ્યાં હતા. હું તે વિચારી રહ્યો હતો કે જ્યારે વિદેશી લોકો અહીં હાજર છે તો શું આ સંસદ યોગ્ય રીતે ન ચાલી શકે.
-
બાદમાં અફઘાનિસ્તાનની સાંસદે મને મારી ઓફિસમાં મળવા આવ્યાં. મેં તેમની માફી માંગી કે અમારા સાંસદ ચર્ચા દરમિયાન બૂમો પાડી રહ્યાં હતા અને હોબાળો કરી રહ્યાં હતા.
-
રાહુલે લખ્યું- જ્યારે મેં તેમની માફી માંગી તો અફઘાનિસ્તાનના સાંસદ રડવા લાગી. તે જોઈને હું આશ્ચર્યચક્તિ થઈ ગયો. મેં તેમને પૂછ્યું કે અંતે શું થયું છે?
-
તેઓએ મને કહ્યું કે રાહુલજી તમે જાણો છો, જે રીતની ચર્ચા તમારી સંસદમાં થઈ રહી છે તેવી ચર્ચા અમારા દેશમાં બંદૂકના જોરે થાય છે.