લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન, 4 વાગ્યા સુધીમાં 50.74 ટકા

0
17

આજે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. આ મતદાન દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો માટે યોજાઇ રહ્યો છે. જેમાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.

દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન છે. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે, 4 વાગ્યા સુધીમાં સરેરાશ 50.74 ટકા મતદાન થયું છે.

  • બિહાર – 44.40 ટકા
  • હરિયાણા – 51.80 ટકા
  • મધ્યપ્રદેશ – 52.62 ટકા
  • ઉત્તરપ્રદેશ – 43.26 ટકા
  • પશ્વિમ બંગાળ – 70.51 ટકા
  • ઝારખંડ – 58.07 ટકા
  • દિલ્હી – 45.22 ટકા

યૂપીના આઝમગઢમાં EVM ખોટવાયાની ફરિયાદ 
ઉત્તરપ્રદેશમાં ઈવીએમ ખોટાવાય હોવાની ફરિયાદો સામે આવી છે. યૂપીના આઝમગઢમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદ સામે આવતા સપાએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે. સપાએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું કે, આઝમગઢના ગોપાલપુરમાંથી આવી રહેલી ફરિયાદો પર ચૂંટણી પંચ ઝડપી કાર્યવાહી કરે. ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવીને પોતાની નિષ્પક્ષતા સાબિત કરે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યુ વોટિંગ 
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વોટિંગ માટે મતદાન કેન્દ્ર પહોચ્યા હતા. પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાડ્રા સાથે મતદાન કરવા માટે દિલ્હીના લોદી એસ્ટેટ ખાતે પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ વોટિંગ કર્યું હતું. તો વોટિંગ કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. હવે ભાજપના વળતા પાણી થયા છે.. જનતા ભાજપથી પરેશાન છે. જનતામાં ભાજપ પ્રત્યે આક્રોશ અને જનતા ભાજપથી પરેશાન છે. આ લડાઈ દેશને બચાવવાની છે.. આમ કહીને પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

UPA ચેરપર્સન સોનિયા ગાંધીએ કર્યુ વોટિંગ
યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ વોટિંગ માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. સોનિયા ગાંધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દિલ્હીના નિર્માણ ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં પહોંચીને સોનિયા ગાંધીએ વોટિંગ કર્યુ હતું. ત્યારે સોનિયા ગાંધી સાથે દિલ્હીના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિલ્હી ઉત્તર પૂર્વ બેઠકના ઉમેદવાર શીલા દિક્ષિત પણ તેમની સાથે જોવા મળ્યા હતા. જોકે, સોનિયા ગાંધીએ વોટિંગ બાદ લોકો સાથે અને મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતુ.

દિલ્હીમાં અનેક જગ્યાએ EVM ખોટવાયા 
દિલ્હીમાં અનેક વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. દિલ્હીના ચાંદનીચોક, સિવિલ લાયન્સ, મટિયા મહલ, યમુના વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. જે બાદ અનેક મતદારો મતદાન કર્યા વગર પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રસે આરોપ લગાવ્યો કે મુસ્લિમ વિસ્તારમાં ભાજપે ઈવીએમ સાથે છેડછાડ઼ કરી છે. દિલ્હીમાં સાત સીટો પર મતદાન યોજાયું છે. આ તમામ સીટો પર જોકે, ભાજપનો કબજો છે. પણ અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે. તો ચાંદનીચોકમાં પણ ઈવીએમ ખોટવાયા હોવાની વાત સામે આવી છે. એવું સામે આવ્યું કે મતદારો મતદાન કર્યા વગર જ પરત ફર્યા છે. ઈવીએમ ખોટવાતા કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

પ.બંગાળમાં ફરી ચૂંટણી બની લોહિયાળ
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. પ.બંગાળની પણ 8 બેઠકો પર આજે મતદાન છે, પરંતુ મતદાન શરૂ થતા જ હચમચાવી દેનાર સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળના ઝારગ્રામમાં ભાજપના બૂથ કાર્યકર્તા મૃત મળ્યા છે. તેમનું નામ રામેન સિંહ જણાવાય રહ્યું છે. ભાજપના કાર્યકર્તા સિવાય એક ટીએમસી કાર્યકર્તાનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી છે.

તો આ તરફ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર પણ ચૂંટણીજંગ યોજાઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે દિલ્હીમાં 7 બેઠકો પર 164 ઉમેદવારો છે ચૂંટણી મેદાને જેમાં શિલા દિક્ષિત, બિજેન્દ્રસિંઘ, હર્ષવર્ધન, ગૌતમ ગંભીર વચ્ચે જંગ, યુપીમાં અખીલેશ, મેનકા ગાંધી સહિતના આગેવાનો વચ્ચે જંગ જામશે.

આ સાથે જ હરિયાણામાં કૃષ્ણપાલ ગુર્જર, રાવ ઈન્દ્રજીતસિંહ, પૂર્વ CM ભુપેન્દ્રસીંગ હુંડા મેદાને છે. બંગાળમાં નક્સલ પ્રભાવી વિસ્તારોમાં મતદાનને લઈ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. અત્રે જણાવી દઇએ કે, ઝારખંડની 4 બેઠકો પર કુલ 67 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ જામશે.

તો MPની આઠ બેઠક પર દિગ્વિજયસિંહ, પ્રજ્ઞાસિંહ ઠાકુર પર સૌની નજર રહી છે. બિહારમાં કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ પાંચમી વખત ચંપારણથી ઉમેદવારી નોંધાવી છે. આ તમામના ભાવીનો ફેંસલો સ્થાનિક મતદાતાઓ કરશે. ચૂંટણીનું પરિણામ આગામી 23 મેના રોજ જાહેર થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here