લોકસભાની ચૂંટણી ટાણે વિશ્વ બેંકે મોદી સરકારને આપ્યા રાહતના સમાચાર

0
31

લોકસભાની ચૂંટણી ટાણે દેશની અર્થવ્યવસ્થા મુદ્દે વિપક્ષના ઘેરામાં રહેલી મોદી સરકારને વલ્ડ બેંકે રાહતના સમાચાર આપ્યા છે. વર્લ્ડ બેંકે ભારતની અર્થવ્યવસ્થાને લઈને અનુમાન લગાવ્યું છે કે 2018-19માં ભારતનો વિકાસ દર 7.3 ટકા રહી શકે છે. વિશ્વબેંકે ભારતની અર્થવ્યવસ્થાને દુનિયામાં સૌથી તેજીથી આગળ વધનારી ગણાવી.

વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ ભારતની જીડીપી નાણાકીય વર્ષ 2018-19માં 7.3 ટકાના દરથી વધશે. અને આવનારા બે વર્ષમાં 7.5 ટકા સુધી પહોંચી જશે. વિશ્વબેંકે પોતાના રિપોર્ટમાં નોટબંધી અને જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જીએસટી અને નોટબંધીને કારણે અસ્થાયી મંદી બાદ અર્થવ્યવસ્થામાં ફરીથી તેજી આવી રહી છે.. વિશ્વ બેંકની માહિતી પ્રમાણે ચીનનો વિકાસ દર 2019 અને 2020માં 6.2 ટકા રહેવાનું અનુમાન છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here