Sunday, November 28, 2021
Homeલોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનનો નવો નારો- મોદી છે તો શક્ય છે
Array

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનનો નવો નારો- મોદી છે તો શક્ય છે

ટોકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તેમની લડાઈ કાશ્મીરઓની વિરુદ્ધ નથી, કાશમીર માટે છે. તેમની લડાઈ માનવતા માટે છે. તેમણે શનિવારે વિજય સંકલ્પ સભામાં કહ્યું કે તેમની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ગરીબી સામે લડવાની વાત થઈ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે પઠાણનો પુત્ર છું. મોદીએ કહ્યું કે હવે હું જોવું છું કે તે કેટલા ખરા ઉતરે છે. મોદીએ અહીં રાજસ્થાનમાંથી જ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પછી તેમની આ રાજયમાં પ્રથમ મુલાકાત છે. મોદીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટોંક અને સીકરમાં સભાઓ કરી ન હતી. ટોક રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલાટની વિધાનસભા સીટ છે. 46 વર્ષમાં પ્રથમ વાર કોંગ્રેસે અહીં કોઈ મુસ્લીમ ઉમેદવારને ટિકિટ ન આપીને પાયલટને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો.

ઈમરાન ખાન તેમની વાત પર કેટલા ખરા ઉતરે છે તે જોઈએ

 મોદીએ કહ્યું કે મે ઈમરાન ખાનને કહ્યું હતું કે હિંદુસ્તાન, પાકિસ્તાને ઘણી લડાઈઓ કરી લીધી. પરંતુ કઈ પ્રાપ્ત થયું નથી. વડાપ્રધાન બન્યા ત્યારે મે તેમને કહ્યું હતું કે તમે રમતની દુનિયામાંથી આવો છો, તો ચાલો ગરીબી અને અશિક્ષિતતા સાથે લડીએ. તેમણે કહ્યું હતું કે હું પઠાણનો પુત્ર છે. હવે જોવાનું રહ્યું કે તે કેટલા ખરા ઉતરે છે.

રાજકારણથી ઉપર રાષ્ટ્રનીતી

આતંકવાદની ફેકટરી પર તાળું મારવાનું કામ પણ મારા જ ભાગમાં લખ્યું છે તો આ જ યોગ્ય છે. આજે આતંકવાદની વિરુદ્ધ એક વ્યાપક મત બની ચૂક્યો છે. આંતકના ગુનેગારોને સજા આપવા માટે અમે દરેક રીતે મજબૂતાઈની સાથ આગળ વધી રહ્યાં છે. આ સંકલ્પ મોદીનો નથી, 130 કરોડ હિન્દુસ્તાનીઓનો છે, કારણ કે રાજકારણથી ઉપર રાષ્ટ્રનીતીનો અને રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments