Thursday, October 21, 2021
Homeલોકસભાની ટિકિટ મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિવાદ, પ્રભારી રાજીવ સાતવે રાત્રે 3...
Array

લોકસભાની ટિકિટ મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિવાદ, પ્રભારી રાજીવ સાતવે રાત્રે 3 વાગ્યા સુધી સમજાવ્યા

ગાંધીનગર: રાજ્યની લોકસભાની બેઠકના ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે મળેલી બેઠકમાં અમદાવાદ શહેરમાં પ્રમુખ શશીકાંત પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વચ્ચેના વિવાદને ઠારવા માટે પ્રભારી રાજીવ સાતવે રાત્રીના 3 વાગ્યા સુધી બેઠક લીધી હતી. છેવટે અમદાવાદ પૂર્વમાં દાવેદારોના નામ નક્કી કરીને મોવડીમંડળ પર નિર્ણય છોડી દીધો હતો, અમદાવાદ પશ્વિમમાં પટેલ ઉમેદવાર તેમજ ગાંધીનગરમાં ચાલુ ધારાસભ્યને ચૂંટણી લડાવાય તેવું હાલના તબક્કે નક્કી થયું હોવાનું સૂત્રોનું કહેવું છે.

અમદાવાદ પશ્વિમમાં પટેલ ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી થયું

સૂત્રોના કહ્યા પ્રમાણે શહેર કોંગ્રસમાં ચાલતા વિવાદને ઠારવા માટે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ત્રણેય આગેવાનોને સમજાવ્યા હતા અને બંને વચ્ચે ચાલતા વિવાદને ખાળવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કોંગ્રેસના એક નેતા સામે પગલા ભરવા આગ્રહ રાખતા પક્ષે યોગ્ય કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો શાંત થઇ ગયો છે. આ બેઠકમાં ઉમેદવારો માટે પણ ચર્ચા થઇ હતી, અમદાવાદ પશ્વિમમાં પટેલ ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી થયું છે.

અમદાવાદ પૂર્વમાં ટિકિટનો મામલો મોવડી મંડળ સુધી પહોંચ્યો

જ્યારે પૂર્વમાં અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા, હિમાંશુ પટેલ સહિત દાવેદારોની લાઇન લાગી હોવાથી મામલો મોવડી મંડળ પર છોડાયો છે. ગાંધીનગરમાં ચાલુ ધારાસભ્ય સી.જે.ચાવડાનું નામ મોખરે છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં અન્ય બેઠકોના નામ પણ એક પછી એક નક્કી થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments