લોકસભામાં કોંગ્રેસની વધશે મુશ્કેલીઓ : આ પાર્ટીએ આપી ધમકી, 3 સીટો પર ચૂંટણી લડીશું

0
41

 • CN24NEWS-01/02/2019
 • લોકસભા ચૂંટણીમાં કોંગ્રસની મુશ્કેલી વધી શકે છે ગત વિધાનનસભા ચૂંટણી સમયે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતુ. જોકે, આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન નહી થાય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. BTPના નેતા છોટુ વસાવાએ કહ્યું છે કે, અમે લોકસભા ચૂંટણી લડવા તૈયાર છીએ. ગઠબંધન થઈ જાય તો સારી વાત છે પણ જો ગઠબંધન નહી થાય તો તેમની પાર્ટી તમામ આદિવાસી બેઠક પર ચૂંટણી લડશે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બેઠક પર BTP ચૂંટણી લડી શકે છે.

  • લોકસભામાં કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી
  • BTP સાથે ગંઠબંધન નહી થાય તો વધશે મુશ્કેલી
  • ગઠબંધન નહી થાય તો BTP લડશે લોકસભા ચૂંટણી
  • ટ્રાઈબલ વિસ્તારની બેઠકો ઉપર BTP લડશે ચૂંટણી
  • ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુ વસાવાનું નિવેદન
  • ગઠબંધન નહી થાય તો તમામ આદીવાસી બેઠક ઉપર લડીશુઃ વાસાવા
  • વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ- BTPનું હતુ ગઠબંધન

  હાલમાં કોંગ્રેસનું 11 જિલ્લાઓમાં પ્રભુત્વ

  હાલમાં કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેમ અમદાવાદની બેઠકો માટે રાતભર પ્રદેશ નેતાઓ ઉજાગરા કરી રહ્યાં છે. અમદાવાદ એ ભાજપનો ગઢ છે. જેમાં ગાબડું પાડવાનો કોંગ્રેસનો ઇરાદો છે. હાલમાં કોંગ્રેસનું 11 જિલ્લાઓમાં પ્રભુત્વ છે. આ સ્થિતિ રહી તો કોંગ્રેસ અડધી સીટો જીતી શકે છે. જોકે, ભાજપે 24 સીટો જીતવા પર ફોક્સ કર્યું છે. ભાજપના નેતાઓના દાવા અનુસાર તેઓ 2 બેઠકો ગુમાવી શકે છે. કોંગ્રેસ 10થી 11 બેઠકો જીતવા માટે પ્રયાસો કરી રહી છે. આ જીતમાં છોટુ વસાવા નડી શકે છે. હાલમાં આદિવાસી બેલ્ટમાં રૂપાણી સરકાર સામે ભારોભાર અસંતોષ ચાલી રહ્યો છે. જેનો ફાયદો કોંગ્રેસને મળે તેવી સંભાવના છે. આ બેઠકો પર છોટુ વસાવા ટીકિટ માગી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here