વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો લોકસભામાં આજે જવાબ આપી રહ્યાં છે. 17 જૂને શરૂ થયેલા આ સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. 5 જૂલાઈએ બજેટ રજૂ કરાશે.
મોદીએ કહ્યું , રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં એ જણાવ્યું કે, આપણે ભારતને ક્યાં અને કેવી રીતે લઈ જવા ઈચ્છીએ છીએ. ભારતના સામાન્ય લોકોની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે પ્રાથમિકતા શું હોવી જોઈએ, તેનો એક ખ્યાલ કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિજીનું ભાષણ સામાન્ય માણસની આશાઓનું પ્રતિનિધિત્વ છે. આ ભાષણ દેશના દરેક લોકોનો આભાર પણ છે. સૌની સાથે હળી મળીને આગળ વધવું સમયની માગ છે અને દેશની અપેક્ષા છે. આજના વૈશ્વિક વાતારણમાં આ તક ભારતે ગુમાવવી ન જોઈએ.
આ ચર્ચા દરમિયાન ચૂંટણી ભાષણોની અસર જોવા મળી
- મોદીએ કહ્યું, આ ચર્ચામાં સાંસદોએ ભાગ લીધો હતો, જે પહેલી વખત આવ્યા છે. તેમને યોગ્ય રીતે પોતાની વાત મુકવાનો પ્રયાસ કર્યો, ચર્ચાને સાર્થક બનાવવાનો પ્રયાસ કર્યો. જે અનુભવી છે, તેમને પણ પોત પોતાની રીતે ચર્ચાને આગળ ધપાવી છે.
- એ વાત સાચી છે કે અમે મનુષ્ય છીએ. જે મન પર છાપ રહે છે, તેને કાઢવી કઠિન હોય છે. તેના કારણે પણ ચૂંટણી ભાષણોમાં થોડી અસર જોવા મળે છે. તે જ વાતો અહીં સાંભળવા મળે છે.
- તમે આ પદ પર નવા છો અને જ્યારે તમે નવા હોય ત્યારે તમને લોકો શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકી દે છે.
- દરેક પરિસ્થિતીઓ છતા તમે ઘણી સારી રીતે તમામ વસ્તુઓને સંભાળી છે, તેના માટે તમને ખુબ ખુબ આભાર. ગૃહને પણ નવા સ્પીકરને સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કરુ છું.