લોકસભા ચુંટણી :સની દેઓલે ગુરુદાસપૂરથી ભર્યું નામાંકન

0
46

નવી દિલ્હી : લોકસભાનાં સૌથી મોટા પર્વની ઉજવણી માટે મતદારો તૈયારી થઇ ગઇ છે. લોકસભાનાં ચોથા ચરણની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, માહારાષ્ટ્રની 17, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6, પશ્ચિમ બંગાળની 8, રાજેસ્થાનની 13, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક પર પણ મતદાન જારી છે. અનંતનાગ બેઠક પર 3 તબબકામાં મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ માટે આ તબબકો ઘણો મહત્વપૂર્ણ છે. કેમ કે 2014 ની લોકસભા ચૂંટણીમાં 72 માંથી 56 બેઠકો તેઓએ જીતી હતી. બીજી બચેલી 16 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી.જયારે બાકી બેઠકો તૃણમૂલ કોંગ્રેસ (6) અને બીજદ (6) જેમ વિપક્ષ પક્ષોના ખાતામાં ગઈ. ચોથા તબક્કામાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સલમાન ખુર્શીદ, શ્રીપ્રકાશ જૈસવાલ, યુપી કેબિનેટ મંત્રી સત્યદેવ પંચૌરી, એસપીના ડિમ્પલ યાદવ, સાક્ષી મહારાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમ્યુનિટિનાં અધ્યક્ષ રામશંકર કથરિયા જેવા રાજકીય નેતાઓનું પ્રતિષ્ઠા છે.

વારાણસી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય નોમિનેશન માટે જુલુસના સાથે બહાર નીકળ્યા. આ તક પર યુપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર પણ હાજર છે.

ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલ નોમિનેશન ફાઇલ કરવા પહોંચ્યા. સાથે ભાઈ બોબી દેઓલ, પંજાબ ભાજપના પ્રમુખ શ્વેત મલિક અને પંજાબ ભાજપના ઇનચાર્જ કેપ્ટન અભિમન્યુ હાજર રહ્યા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરી કહ્યું – પહેલા મતદાન પછી જલપાન…

 

મહારાષ્ટ્ર

મુંબઇમાં બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર તેના પુત્ર તૈમુર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. આ દરમિયાન સૈફ અલી ખાન સાથે જોવા મળ્યો નહોતો.

11 વાગ્યા સુધીની મતદાન ટકાવારી

ઉત્તર પ્રદેશ  21.18 ટકા
બિહાર 18.26 ટકા
મધ્યપ્રદેશ  26.82 ટકા
પશ્ચિમ બંગાળ- 34.61 ટકા
મહારાષ્ટ્ર  15.13 ટકા
ઓડિશા  19.29 ટકા
ઝારખંડ 29.21 ટકા
જમ્મુ કાશ્મીર 3.74 ટકા
રાજેસ્થાન 28.49 ટકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here