Monday, October 18, 2021
Homeલોકસભા ચુંટણી : હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, જામનગરથી લડશે
Array

લોકસભા ચુંટણી : હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, જામનગરથી લડશે

ગાંધીનગર: હાર્દિક પટેલ આગામી 12મીએ કોંગ્રેસમાં જોડાશે. આ સાથે તેઓ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે તેમ કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે આ બાબતે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાજકીય રીતે તૈયાર છું પણ હજુ કંઈ નક્કી નથી. દિલ્હીમાં કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 12મી માર્ચે અડાલજમાં મળનારી જાહેર સભામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાશે.

જામનગર અને રાજકોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેલી અને જાહેર સભા કરતા હાર્દિકે છેવટે જામનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં લોકસભાની 6 બેઠક પર એક નામ, 10 બેઠક પર બે દાવેદારોના નામ નક્કી થયા છે. સાત બેઠકો પર 20 માર્ચ સુધીમાં ઉમેદવારો જાહેર થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments