Monday, October 18, 2021
Homeલોકસભા ચૂંટણીનાં પરિણામ પૂર્વે ભાજપને ઝટકો, મણિપુરમાં NPF એ સમર્થન ખેંચ્યુ પરત
Array

લોકસભા ચૂંટણીનાં પરિણામ પૂર્વે ભાજપને ઝટકો, મણિપુરમાં NPF એ સમર્થન ખેંચ્યુ પરત

લોકસભાની ચૂંટણીનું અંતિમ ચરણ આજે રવિવારે ચાલી રહ્યુ છે. શું રહેશે પરિણામ તેને લઇને દરેક પાર્ટી ઘણી ઉત્સુક દેખાઇ રહી છે. જ્યા એક તરફ PM મોદી પરિણામ આવ્યા પહેલા જીતનો વિશ્વાસ બતાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપને મણિપુરથી એક મોટો ઝટકો લાગ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મણિપુરમાં ભાજપની સાથે સરકારમાં સમર્થન આપતી NPF (નાગા પિપલ્સ ફ્રન્ટ)એ હવે પોતાનો ટેંકો પાંછો ખેંચી લીધો છે.

મણિપુરમાં ભાજપની સાથે ગઢબંધનની સહયોગી પાર્ટી NPF એ કહ્યુ કે, પાર્ટી તેમના વિચારો અને સલાહને કોઇ ખાસ મહત્વ આપી રહી નથી. ત્યારે શનિવારે NPF એ આ મુદ્દા પર નિર્ણય લેવા પોતાના નેતાઓની બેઠક બોલાવી હતી, જેમા તેમણે નક્કી કરવાનું હતુ કે શું ભાજપની સાથે ગઢબંધનમાં રહેવુ કે પોતાનુ સમર્થન પાછુ ખેંચી લેવુ. આ બેઠક મળ્યા બાદ NPF તરફથી પ્રતિક્રિયા આવી કે હવે તે ભાજપ સાથે ગઢબંધનમાં રહેવા માંગતી નથી. શનિવારે સાંજે આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી. NPF નાં પ્રવક્તા અચુમબેમો કિકોને કહ્યુ કે, કોહિમામાં NPFનાં કાર્યાલયમાં લાંબી બેઠક મળ્યા બાદ પાર્ટીએ આ ખાસ નિર્ણય લીધો છે.

અચુમબેમો કિકોને વધુમાં કહ્યુ કે, NPFનાં કેન્દ્રીય કાર્યાલયમાં પાર્ટીની લાંબી બેઠક થઇ હતી, જેમા સંયુક્ત સહમતીથી અમે ભાજપ સરકારથી સમર્થન પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં મણિપુરમાં ભાજપની સરકાર છે. જો કે NPFનાં સમર્થન પાછુ ખેંચવા પર ભાજપને કોઇ ખાસ અસર નહી પડે. અહી ભાજપની પાસે 29 ધારાસભ્યો છે જ્યારે મણિપુર વિધાનસભાની કુલ બેઠક 60 છે. સરકારને સમર્થન આપતી પાર્ટીઓમાં એલજેપીનો એક ધારાસભ્ય, એનપીએફનાં ચાર ધારાસભ્ય, એઆઈટીસીનો એક અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. અહી ભાજપને 36 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. NPF દ્રારા સમર્થન પરત લીધા બાદ પણ ભાજપની પાસે 32 ધારાસભ્યોનું સમર્થન છે. જેને કારણે ભાજપની સરકારને કોઈ જોખમ થશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments