Tuesday, January 18, 2022
Homeલોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે 7 કમિટી બનાવી, અલ્પેશ ઠાકોરને તમામમાં સ્થાન
Array

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે 7 કમિટી બનાવી, અલ્પેશ ઠાકોરને તમામમાં સ્થાન

  • CN24NEWS-05/02/2019
    • ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવતાં જ ગુજરાત કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે 7 સમિતિની રચના કરી છે. જોકે નવાઈની વાત તો એ છે કે ઘણા લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરનો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીનો કન્વીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન અપાયું છે.

    આ સાત કમિટીઓ બની

    • 1.કોઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 36 નેતાઓના નામ સામેલ છે.
    • 2.લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત 28 નેતાઓનો સમાવેશ છે.
    • 3.પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય 43 નેતાઓને સ્થાન અપાયું છે.
    • 4.પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય 27 નેતાઓને સ્થાન મળ્યું છે.
    • 5.મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે 15 કાર્યકરોના નામ સામેલ છે
    • 6.ચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે 9 નેતાઓને સ્થાન અપાયું છે.
    • 7.ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને 22 નેતાઓના નામ સામેલ છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular