લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

0
63

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે સુત્રો તરફથી ખબર મળી રહી છે કે રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી છે. લોકસભા ચૂંટણીમાં સત્તત બીજી વખત હાર મળ્યા બાદ હવે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાના હોવાની અટકળો વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદે કોંગ્રેસને ઘણા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ત્રણ રાજ્યોને છોડતા રાહુલ ગાંધી કંઈ ખાસ નહોતા કરી શક્યા જેથી હવે રાહુલ ગાંધીના રાજીનામાની વાતોમાં કેટલી સત્યતા છે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે.

પ્રેસકોન્ફરન્સ કરીને ભાજપને આપી શુભેચ્છા

લોકસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ભાજપ અને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય તેમણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ જેમણે લોકસભા ચૂંટણી લડી તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મતદારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જનતા માલિક છે અને જનતા એ આજે ક્લિઅરલી પોતાનો નિર્ણય આપ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારી લડાઈ વિચારધારાની લડાઈ છે અમારા નેતાઓ જે જીત્યા છે હાર્યા છે તેમને હું કહેવા માગીશ કે ભરોસો ન ગુમાવતા વિશ્વાસ રાખો આપણે આપણી વિચારધારા પર કાયમ રહીશું.

વાયનાડની બેઠક જીત્યા બાદ અમેઠીના પરાજયની નજીક પહોંચી ગયેલા રાહુલ ગાંધીને જ્યારે અમેઠી બેઠક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવું છું. આ જનતાનો નિર્ણય છે. અમેઠીને પ્રેમથી સાચવજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here