Tuesday, October 26, 2021
Homeલોકસભા ચૂંટણીમાં UPમાં જૂના રેકોર્ડ તોડીને 74 સીટો પર જીત મેળવીશુઃ જેપી...
Array

લોકસભા ચૂંટણીમાં UPમાં જૂના રેકોર્ડ તોડીને 74 સીટો પર જીત મેળવીશુઃ જેપી નડ્ડા

લખનઉઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ દાવો કર્યો છે કે, ભાજપ 2019 લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80માંથી 74 જીતશે. રાજ્યનાં પ્રભારી બન્યા પછી પહેલી વખત નડ્ડાએ રાજ્યનાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી. નડ્ડાની સાથે તેમના સાથી પ્રભારી નરોત્તમ મિશ્રા અને દુષ્યંત ગૌતમ પણ હતા. નડ્ડાએ કહ્યું કે, ભાજપ આ વખતે રાજ્યમાં જીતનાં તમામ રેકોર્ડ તોડશે.

નડ્ડાએ કહ્યું કે સપા- બસપાનાં ગઠબંધનનું લક્ષ્ય ફક્ત મોદીજીને હટાવવાનું છે. જેની અમને પહેલાથી જ ખબર હતી. આ લોકોની રાજનીતિ કમિશન, ભ્રષ્ટાચાર અને ભાગલા પર આધારિત છે. અમારી રણનીતિ ઓછામાં ઓછા 50% મત મેળવવાની છે.

ભાજપનાં 2014નાં ચૂંટણી વાયદા અંગેના પ્રશ્ન પર નડ્ડાએ જણાવ્યું કે, વાયદા ન પુરા કરી શકવાનો રેકોર્ડ વિપક્ષ પાર્ટીનો છે. ભાજપે સૌનો સાથ, સૌના વિકાસમાં વિશ્વાસ કાયમ કર્યો છે. તેના પાછળનું કારણ મોદી સરકાર દ્વારા કરાયેલા કામો જ છે. દેશની જનતાની વડાપ્રધાન મોદી પ્રત્યેની લાગણી જ ભાજપ માટે મદદરૂપ બનશે.

નડ્ડાએ રાફેલ મુદ્દે કહ્યું કે, પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી જેથી તેઓ આ પ્રકારની વાતોને વેગ આપે છે. પરંતુ હું એટલુ જ કહીશ કે, જનતાને સાચુ શું છે તે ખબર છે.

2014માં લોકસભા ચૂંટણીનાં ઉત્તરપ્રદેશનાં પરિણામો

કુલ સીટોઃ 80

પાર્ટી સીટ
ભાજપ 73
સપા 05
કોંગ્રેસ 02
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments