લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બોલાવી મહત્વની બેઠક

0
29

  • CN24NEWS-11/01/2019
  • લોકસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થઇ ગયો છે. જેમાં ચૂંટણી અગાઉ ફંડીગ, રણનીતિ અને પ્રચાર મામલે ચર્ચા હાથ ધરાશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મહત્વની બેઠક બોલાવી છે.આ બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારો પાસે પ્રદેશ પ્રમુખ હિસાબ માંગશે. અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના તમામ પદાધિકારોની બેઠક મળશે. જેમાં પદાધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની પ્રદેશ પ્રમુખ સમીક્ષા કરશે.

    આ અગાઉ પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ હોદ્દેદારોને રિપોર્ટ સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં કામગીરી કાર્યના પુરાવા સાથે હાજર રહેવા સુચન કરવામાં આવ્યું હતું.

    આમ પ્રદેશ પ્રમુથ તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજી બપોર બાદ તાલુકા-જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે બેઠક કરશે. જેમાં પ્રમુખ સાથે પ્રજા પાસેથી મળેલા ફાળાની વિગત પર ચર્ચા કરવામાં આવશે. આમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જિલ્લા અને તાલુકા પ્રમુખો પાસેથે હિસાબ લેશે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખે બોલાવેલી આ બેઠક મહત્વની હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. હાલમાં કોંગ્રેસના નેતા એવા અલ્પેશ ઠાકોર ગઇકાલે દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી પરત ફર્યાં છે.

    જ્યારે આ અગાઉ અર્જૂન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓએ ગુપ્ત બેઠક યોજી હતી તેવા પણ અહેવાલ મળ્યા હતા. આમ પ્રાદેશિક કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે પ્રદેશપ્રમુખની આ બેઠક ઘણી મહત્વની સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here