Wednesday, September 28, 2022
Homeલોકસભા ચૂંટણી : પંજાબમાં અકાલીદળ 10 બેઠકો પર અને ભાજપ 3 બેઠકો...
Array

લોકસભા ચૂંટણી : પંજાબમાં અકાલીદળ 10 બેઠકો પર અને ભાજપ 3 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે

- Advertisement -

નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને લઇને પંજાબમાં ભાજપે ફરીથી એના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું છે કે રાજ્યમાં અકાલી દળ 10 અને ભાજપ કુલ 3 બેઠકો પર તેના ઉમેદવારોને ઉતારશે. આ પહેલા ગુરૂવારે સવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત લીધી હતી.

જો કે શરૂઆતમાં એવા અનુમાન પણ લાગી રહ્યા હતા કે ભાજપ આ વખતે પંજાબમાં વધારે બેઠકો માંગી શકે છે પરંતુ અકાલી દળે આ માંગણીને ફગાવી દીધી. સુખબિરસિંહ બાદલે કહ્યું કે બંને દળ જૂના ફોર્મુલાના આધારે જ ચૂંટણી લડશે. મતવબ કે અકાલી દળને 10 બેઠકો અને ભાજપને 3 બેઠકો મળશે.

2014માં ભાજપે લોકસભાની કુલ 2 બેઠકો જીતી હતી

રાજ્યમાં કુલ 13 જેટલી લોકસભા બેઠકો છે. 2014ના લોકસભા ચૂંટણીમાં અકાલીદળ અને આપ પાર્ટીને 4-4 બેઠકો. કોંગ્રેસે 3 અને ભાજપે 2 બેઠકો જીતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular