લોકસભા ચૂંટણી પછી પેટ્રોલ – ડિઝલના ભાવ 3થી4 રૂપિયા વધવાની વકી

0
26

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ ચૂંટણી પછી લિટર દીઠ રૂ. 3-4 વધી શકે છે તેવું અનુમાન વિશ્લેષકોએ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ ક્રૂડની કિંમતમાં થતી વધઘટની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર લગભગ 2 સપ્તાહ પછી જોવા મળે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 7.64% વધી ગયો છે. આથી આગામી સમયમાં એટલે કે ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પછી પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.3-4 જેટલા વધી શકે છે. જો કે સોમવારે સતત 5મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ લિટર દીઠ રૂ. 1.57 સસ્તુ થયું હતું. ચૂંટણીની જાહેરાત 10 માર્ચના રોજ થઈ હતી.

ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 64 દિવસમાં પેટ્રોલનો ભાવ 1.42 ટકા અને ડીઝલનો ભાવ 2.16% જેટલો ઘટ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી ઓઈલ કંપનીઓ નક્કી કરે છે. આ વખતે તેમણે ક્રૂડના ભાવ વધવા છતાં ચૂંટણીના કારણે ભાવ વધાર્યા નહોતા પણ 19મી તારીખે છેલ્લા તબક્કાના મતદાન પછી ઓઈલ કંપનીઓ ભાવ વધારો કરે તેવી પૂરી સંભાવના છે. એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ હાલમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 70 ડૉલરની ઉપર છે આથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ કોઈ રાહતની શક્યતા નથી.

છેલ્લા 15 દિવસથી બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ ડૉલર 71.32

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસથી બ્રેન્ટ ક્રૂડ વાયદાનો ભાવ સરેરાશ પ્રતિ બેરલ 71.32 ડૉલરનો રહેવા પામ્યો છે. ગયા સપ્તાહના અંતે પણ 70 ડૉલરની ઉપર બંધ આવ્યો હતઆ દરમિયાન ઓઈલનો ભાવ 75.60 ડૉલરની ઉપલી સપાટી અને 68.79 ડૉલરની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.

ક્રૂડના ભાવને જોતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતાં નથી

બ્રેન્ટ ક્રૂડ 7.64% વધ્યું

તારીખ કિંમત
11 માર્ચ 66.58
22 એપ્રિલ 74.04
7 મે 69.88
13 મે 71.67

પેટ્રોલ 1.42% ઘટ્યું

તારીખ કિંમત
11 માર્ચ 72.46
11 એપ્રિલ 72.8
4 મે 73.07
13 મે 71.43

ડીઝલ 2.16% ઘટ્યું

તારીખ કિંમત
11 માર્ચ 67.44
11 એપ્રિલ 66.11
4 મે 66.71
13 મે 65.98

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here