Thursday, September 23, 2021
Homeલોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 182 દિવ્યાંગ મતદાન મથક ઊભાં કરાશે
Array

લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 182 દિવ્યાંગ મતદાન મથક ઊભાં કરાશે

અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે સૌ પ્રથમ વાર 182 જેટલા દિવ્યાંગ મતદાન મથક રાખવામાં આવશે. દિવ્યાંગ મતદાન મથક ઉપર માત્ર દિવ્યાંગકર્મી વહીવટી સ્ટાફ હશે. અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં લોકસભા ચૂંટણીમાં મતદાન માટે 500 થી વધુ વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે, તેમજ વિકલાંગ મતદારો માટે 1000 સહાયકને પણ ખડેપગે રાખવામાં આવનાર છે.

ચૂંટણીપંચ દ્વારા દરેક મતદાન મથક પર બ્રેઇલલ‌િપ યુનિટની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગ મતદાતાએ અગાઉથી ર‌જીસ્ટ્રેશન કરાવવું પડશે. દિવ્યાંગ મતદારને બ્રેઇલલ‌િપિવાળું બેલેટ પેપર અપાશે. બ્રેઇલ લ‌િપિવાળા બેલેટમાંથી ઉમેદવારનું નામ અને ક્રમ નંબર જાણ્યા બાદ બેલેટ યુનિટનો ક્રમ નંબર દબાવવાથી પસંદગીના ઉમેદવારને વોટ પડી જશે. અમદાવાદમાં આગામી લોકસભા ચૂંટણીમાં નવા 60થી વધુ મતદાન મથક વધારવા માટે પણ નવા મતદાન મથક માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે અને આ માટે ચૂંટણીપંચ પાસે મંજૂરી માગવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments