Monday, September 26, 2022
Homeલોકસભા ચૂંટણી : BJP આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા
Array

લોકસભા ચૂંટણી : BJP આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા

- Advertisement -

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી તૈયાર કરી લીઘી છે અને તે ખૂબ ટુંક સમયમાં જાહેર કરે તેવી પણ શક્યતા છે.શનિવારે મોડી રાત સુધી ચાલેલી 8 કલાકની બેઠકમાં કયા ઉમેદવારોને ટિકિટ આપવી તે વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને બિહારના બેગૂસરાયથી ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સિંહે નવાદાથી ચૂંટણી લડી હતી. આ વખતે નવાદા સીટ એનડીએમાં સામેલ રામ વિલાસ પાસવાસનની પાર્ટીને મળી ગઈ હતી. અહીંથી એલજેપીથી વીના સિંહને ટિકિટ મળી ગઈ હતી. વીના સિંહ હાલ મુંગેરથી સાંસદ છે.

નોંધનીય છે કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભુપેન્દ્ર યાદવની મુલાકાત કરી હતી. બીજેપીની કોર ગ્રૂપની બેઠક પછી કાલે બિહાર એનડીએની 40 સીટ પર ઉમેદવારની લિસ્ટ પર મંજૂરી આપી હતી. બિહારની 40 સીટ માટે બીજેપી, જેડીયુ અને એલજેપી વચ્ચે 17-17-6 સીટની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગઈ વખતે 2014માં બીજેપી અને જેડીયુએ અલગ અલગ ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે સમીકરણો બદલાઈ ગયા છે. નીતીશના એનડી ગ્રૂપમાં આવ્યા પછી બિહારમાં ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવી રહ્યાં છે. ગઈ વખતે ચૂંટણીમાં જેડીયુની જીત થઈ અને બીજેપીની હારેલી સીટોને આ વખતે જેડીયુને જ આપી દેવામાં આવી છે. તે સાથે જ એનડીએની જીતેલી પાંચ સીટોને પણ જેડીયુના ખાતામાં જોડી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular