Thursday, September 23, 2021
Homeલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર...
Array

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઇ

મોડાસા- સોમવાર, આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯  કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ પત્રકાર પરિષદમાં  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે અરવલ્લી જિલ્લામાં તા. ૩૧/૦૧/૨૦૧૯ ના રોજ મતદારયાદી પ્રસિધ્ધી કરવામાં આવેલ જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મતદારોની સ્થિતિ પ્રમાણે ૩૦-ભિલોડા પુરૂષ-૧૪૫૪૩૩ અને સ્ત્રી- ૧૩૯૪૭૧ અન્ય- ૧૫ મળી કુલ -૨૮૪૯૧૯ મતદારો તથા ૩૧-મોડાસા પુરૂષ-૧૨૯૦૮૨ અને સ્ત્રી- ૧૨૨૫૮૩ અન્ય- ૦૮મળી કુલ -૨૫૧૬૭૩ મતદારો જયારે ૩૨-બાયડ પુરૂષ-૧૧૭૬૯૮ અને સ્ત્રી- ૧૧૦૫૦૪  મળી કુલ -૨૨૮૨૦૨ મતદારો  આમ અરવલ્લી જિલ્લાના  કુલ મતદારોની સંખ્યા-  ૭૬૪૭૯૪ છે. જયારે મતદાન મથકોની સંખ્યા-૧૦૫૮ છે સ્વીપ અંતર્ગત યુવા મતદારો અને ભાવિ મતદારોનીજાગૃત્તિ માટે અરવલ્લી જિલ્લામાં ELC-ARAVALLI  નામે  App બનાવવામાં આવી છે જેમનાં કુલ ૧૩૦૪૪ સભ્યો નોંધાયા છે  સૌથી ઓછા ઇપી રેશીયો/ જેન્ડર રેશીયો ધરાવતા બુથો આવરી લેતા કુલ ૧૦૦ જેટલા ગામોમાં Fast painting  ધ્વારા મતદાર યાદીમાં નોંધણીમાટે લાયકાત ધરાવતા કોઇપણ નાગરિક રહી ન જાય તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે  અરવલ્લી જિલ્લામાં કુલ-૧૫ સખી મતદાન મથકોની સંખ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત વિવિધ કામગીરીમાટે જુદા જુદા કુલ ૧૮ નોડલઅધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જિલ્લાના તમામ  PWD મતદારો માટે મતદાન મથકોએ મતદાન કરવા જવા માટે વાહનની તેમજ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાઈટ : એમ. નાગરાજન , કલેક્ટર અરવલ્લી
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ કે અરવલ્લી જિલ્લામાં દરેક જાહેર અગત્યના સ્થળો કે જયાં લોકોની ઉપસ્થિતિ અવર જવર વધારે પ્રમાણમાં રહેતીહોય તેવા સ્થળોએ વિધાનસભા મત વિસ્તાર દીઠ એક મતદાર જાગૃત્તિ રથમાં EVM / VVPAT ના નિદર્શન અને નમુના રૂપે મતદાન (મોકપોલ ) દ્રારા મતદારો ઇવીએમમાં મત આપી શકશે તથા પોતે આપેલા મતની ખાત્રી કરવા માટે વીવીપેટની સ્લીપની ચકાસણી પણ કરી શકશે. આ આયોજન દ્રારા મતદારોને જાગૃત્ત કરવામાં આવી રહયા છે તેમજ મુકત અને ન્યાયી ચૂંટણી પધ્ધતિથી માહિતગાર કરવામાં આવી રહયા છે અત્રેના જિલ્લા કક્ષાએ જિલ્લા કોન્ટેકટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે જે  અંતર્ગત Voter helpline 1950  નંબર પણ ચાલુ કરવામાં આવી છે  જેના પર કોઇપણ વ્યકિત સંપર્ક કરી મતદાર યાદીમાં પોતાનુ નામ છે કે કેમ? તેની જાણકારી મેળવી શકશે ભારતના ચૂંટણી પંચ તરફથી C-vigil નામની  એપ્લીકેશન મુકી છે જેમાં આચારસંહિતા ભંગ સબબની ફરિયાદ સીધાજ ફોટોગ્રાફર/વિડિયો મારફતે કોઇપણ નાગરિક દ્રારા નોંધી શકાશે, જિલ્લામાં ૮૦ ટકા મતદારો ૧૮ થી ૧૯ વર્ષના  નવા યુવા મતદારો નોંધાયા છે. અરવલ્લી જિલ્લાના મતદારો ભયરહિત મતદાન કરી શકે  તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સધન પ્રયાસો કરવામાં આવી રહયા છે.
      આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી, પાંત અધિકારી મોડાસા બાયડ, જિલ્લા પુરવઠા અધિકારી, તમામ મામલતદારશ્રીઓ ચૂંટણી કચેરીનો સ્ટાફતેમજ પ્રિન્ટ મીડીયા/ઇમીડીયાના મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments