Thursday, August 11, 2022
Homeલોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ અમદાવાદમાં પૈસા લેવા આવી અને ઝડપાઈ
Array

લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ અમદાવાદમાં પૈસા લેવા આવી અને ઝડપાઈ

- Advertisement -

અમદાવાદ: લોન અપાવવાના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાબરમતીના મોટેરા વિસ્તારમાં રહેતા યુવકને પર્સનલ લોન અપાવવાના બહાને રૂ. 3.95 લાખ પડાવી લીધા હતા. તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં છટકું ગોઠવતા આરોપી ઝડપાઈ ગયા હતાં.

લોન બાબતે ફોન આવ્યો હતો
સાબરમતીના મોટેરામાં રહેતા અને હાર્ડવેરની દુકાનમાં કામ કરતા સવજી પરમારને 23 જાન્યુઆરીએ લોન આપવા બાબતે ફોન આવ્યો હતો. સવજીએ 2.40 લાખની લોન માટે કહ્યું હતું. લોન પેટે પહેલા 15 હજાર ખંખેર્યા હતા.
ચાર દિવસ બાદ જલ્દી લોન લેવા 60 હજાર અને બાદમાં પંદર મિનિટમાં લોન આપી ફરીથી બેંકમાં 1.60 લાખ જમા કરાવ્યા હતા.  કુલ મળી રૂ. 3.95 લાખ પડાવી લીધા હતા.
રોકડા પૈસા લેવા આવતા આરોપીઓ ઝડપાઈ ગયા
વારંવાર પૈસા લઈ અને લોન ન આપતાં છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું હતું. દરમિયાન બુધવારે આરોપીઓએ સવજીને ફોન કરી કહ્યું હતું કે ગોધરા ઉઘરાણી માટે આવીએ છીએ તમે રોકડા રૂ. 1.20 લાખ આપો તો તરત જ ત્યાં જ લોન આપી દઈશું.
સવજીએ આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું. તપોવન સર્કલ પાસે બોલવાતા સવજી ત્યાં ગયો હતો અને આરોપીઓ મધ્યપ્રદેશ પાસિંગની ગાડીમાં આવતા જ પોલીસે તેમને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
આરોપીઓ મધ્યપ્રદેશના

આશુતોષ બલોદિયા (ઉ.વ. 21, રહે. જનતા કોલોની, મધ્યપ્રદેશ)

અભિષેક ગૌતમ (ઉ.વ. 23, રહે. ધવારી ગલી, મધ્યપ્રદેશ)

વિનય મિશ્રા (ઉ.વ. 21, રહે. વિજયનગર, બધેલ, મધ્યપ્રદેશ)

રોહિત શર્મા (ઉ.વ. 25, રહે. આદર્શનગર, સતના,મધ્યપ્રદેશ)

સૌરભ દુબે (ઉ.વ. 25, રહે. સહડોલ પોલીસલાઈન, મધ્યપ્રદેશ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular