Monday, October 18, 2021
Homeલોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી
Array

લોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી

ફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે પક્ષીઓની ચિંતા કરતા હતા જે કરવી જરૂરી હતી પણ મકરસંક્રાંતિ આવી ત્યાં સુધી માણસોનું શું થાશે તેનું ધ્યાન ન રાખ્યું. પ્રતિબંધ હોવા છતા ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીઓ ઝડપાય. ટુ વ્હિલમાં લોકોએ વાયર ફીટ કર્યો હોવા છતા બહાર જવાનું ટાળી રહ્યા છે. મોટાભાગના લોકો બસ કે રીક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે. આમ છતા કેટલાક લોકોની બેદરકારીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાકે પોતાના દિકરા તો કોઈએ પોતાની દિકરી ગુમાવી છે. મકરસંક્રાંતિ જેવા પાવનપર્વ નિમિતે ઘરમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગની દોરીએ કેટલા લોકોનો જીવ લીધો તેના પર એક નજર કરીએ.

શિહોર

આ તરફ સિહોરના રાજકોટ રોડ પર વૃદ્ધના ગળામાં દોરી ફસાઈ જતા ઘવાયા હતા. તેમને લોહીલુહાણ હાલતમાં સિહોરની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર આપવામાં આવી હતી. રેલવે ફાટક પાસેથી જતા દોરીથી ઘવાયેલા વૃદ્ધ રામધરી ગામના હોવાનું જાણવા મળ્યું હતુ.

બનાસકાંઠા

બનાસકાંઠામાં પતંગની દોરીથી બે બાળકોના મોત થયા છે. જે બાદ પોલીસ હરકતમાં આવી છે. પાલનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં બાળકનું મોત થયું હતું. પતંગ વીજવાયરમાં ફસાઇ જતાં બાળકે કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ચાઇનીઝ દોરીથી બાળક પતંગ ચગાવતો હતો અને દોરીથી આખા શરીરમાં કરન્ટ પ્રસરી ગયો હતો. જેને લીધે બાળકનું મોત થયું હતું. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ હરકતમાં આવી હતી અને બજારમાં વિવિધ જગ્યાએ રેડ કરી હતી. પતંગની દુકાનોમાં રેડ પાડી સાત જેટલી ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપી પાડી હતી. સાથે એક આરોપીની પણ અટકાયત કરી હતી. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા બજારમાં ગેરકાયદે દોરી વેચાતા તંત્રએ વેપારીઓ સામે પગલા ભર્યા.

ધોળકા

અમદાવાદ જિલ્લાના ધોળકા – ખેડા હાઈવે પર બાઇક પર જતા યુવાનનો પતંગની દોરીએ જીવ લીધો છે. ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઇક લઇ ધોળકા ઉંધીયુ લેવા જઈ રહ્યા હતા તે દરમ્યાન રામપુર ગામ પાસે પસાર થતા હતા ત્યારે પતંગની દોરી ગળામાં ભરાતા બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને પતંગની દોરી ગળામાં ભરાતા યુવાનનું ગળું ચીરાઈ ગયું હતુ. યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ જતા તાત્કાલિક 108 બોલાવાઈ હતી. જ્યારે કે ઘાયલ અન્ય એક યુવાનને સારવાર આપવામાં આવી હતી.

મહેસાણા

મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી તેનું મોત થયું છે. આઠ વર્ષના બાળકનું ગળાના ભાગે દોરી વાગવાથી મોત થતા પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઉતરાણની મજાનો દિવસ આ પરિવાર અને લોકો માટે માતમનો દિવસ બન્યો છે.

ગોંડલ

રાજકોટના ગોંડલમાં એક બાળકીનું પતંગની દોરી ગળું કપાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. ગોંડલના હડમતાળા ગામે ત્રણ વર્ષીય બાળકીને ગળામાં પતંગની દોરી વાગતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી. ગંભીર હાલતમાં તેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

આણંદ

આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા નાસભાગ મચી ગઈ હતી. યુવાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતુ. જેથી ઉત્તરાયણનો પર્વ શોકમાં ફેરવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments