Monday, September 20, 2021
Homeલ્યો બોલો હવે અમદાવાદમાં પતરાની તૂટેલી છતની નીચે ભણશે બાળકો
Array

લ્યો બોલો હવે અમદાવાદમાં પતરાની તૂટેલી છતની નીચે ભણશે બાળકો

બાળકોને ભણાવવા માટે સરકાર દ્વારા શાળાઓની વ્યવસ્થા તો કરવામાં આવે છે. પણ શાળાનું સમારકામ સમયસર ન કરવામાં આવતા બાળકો જર્જરિત થયેલી શાળાઓમાં ભણવા માટે મજબૂર બને છે. કેટલાક ગામડાઓમાં શાળાઓ જર્જરિત હોવાના કારણે મદિરના ઓટલા પર બાળકોને ભણાવવામાં આવે છે. તો કેટલીક જગ્યા પર શાળાના વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવામાં આવે છે. ત્યારે અમદાવાદના સુંદરમ નગરમાં આવલી ઉર્દુ શાળાની હાલત એક દમ કફોડી છે. કારણ કે, બાળકો જે વર્ગખંડમાં બેસે છે. તેની છત પતરાથી બનાવવામાં આવે છે.પતરાના કારણે બાળકોને ઉનાળામાં ગરમીનો તો ચોમાસામાં છતમાંથી પાણીનો સામનો કરીને અભ્યાસ કરવો પડે છે. ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકવાના કારણે બાળકોને અન્ય સ્થળે ખસેડવા પડે છે અને તે સ્થળ પર અભ્યાસ કરાવવામાં આવે છે. જો કોઈ સ્થળની વ્યવસ્થા ન થાય તો બાળકોને રજા આપીં દેવામાં આવે છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના કારણે શાળાના આચાર્ય દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.શાળાના આચાર્યએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે વર્ષથી પતરા તૂટ્યા હોવાની ફરિયાદ કર્યા પછી પણ કઈ થયુ નથી. અહીંયા 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે સ્કૂલ બોર્ડને અમારી વિનંતી છે કે, શાળાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments