લ્યો મોજ પડી જશે, માત્ર 400 રૂપિયામાં ફરી શકશો ગોવા

0
86

વર્ષના પહેલા મહિનામાં જો ગોવા ફરવા માંગતા હોવ તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ પ્લાન કરી રહ્યુ છે. જેના દ્વારા તમે ખૂબ જ સસ્તામાં આખા ગોવાની ટૂર કરી શકો છો. આ ટૂર પેકેજનું ભાડુ પ્રતિ વ્યક્તિ માત્ર 400 રુપિયા છે. આ પેકેજની ખાસિયત એ છે કે તમે ગોવામાં ત્રણ રૂટ પૈકી કોઇ એક રૂટને પણ પોતાના પ્રવાસ માટે પસંદ કરી શકો છો. તેના નોર્થ ગોવા, સાઉથ ગોવા અને નોર્થ સાઉથ ગોવા છે.

IRCTCની આ ટૂર પેકેજનું નામ ‘Hop On Hop Off Goa By Bus’ છે અને આ માત્ર એક જ દિવસનું ટૂર પેકેજ છે. આ ટૂરમાં તમે નોર્થ ગોવા, સાઉથ ગોવાની સુંદરતાને બસ દ્વારા જોઇ શકો છો. આ ટૂર માટે નોર્થ ગોવા ટૂરનું પેકેજ પ્રતિ વ્યકિત 400 રૂપિયાથી શરૂ થાય છે. . તો સાઉથ ગોવાનું પેકેજ પણ રુ. 400થી શરુ થાય છે. જ્યારે નોર્થ અને સાઉથ ગોવાની ટ્રિપનું કોમ્બો પેકેજ 600 રૂપિયાથી શરૂ થાય છે.

એક બાબત જાણીને તમને આનંદ થશે કે પ્રવાસ માટે ખૂબ જ આરામદાયક બસનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ રસ્તામાં કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે માટે પ્રશિક્ષિત ડ્રાઇવર સાથે એક એક્ઝિક્યૂટિવ પણ અપોઇન્ટ કરવામાં આવ્યો છે.

નોર્થ ગોવા ટૂર દરમિયાન પેકેજ અંતર્ગત તમે કલા એકેડમી, પંજિમ માર્કેટ, કસિનો પોઇન્ટ, ઓલ્ડ ગોવા, ASI મ્યૂઝિયમ, મિરમાર બીચ જેવી ગોવાની સુંદર જગ્યાઓની મજા લઈ શકો છો.

તો બીજી તરફ સાઉથ ગોવાના ટૂર પેકેજમાં અગોડા ફોર્ટ, ચપોરા ફોર્ટ, સિંક્વેરિયમ બીચ, કંડોલિયમ બીચ, સેંટ એલેક્સ ચર્ચ, બાગા બીચ, અંજુના બીચ અને વેગાટોરા બીચ જેવા અનેક દર્શનીય સ્થળની મુલાકાતનો આનંદ લઇ શકો છો. જોકે IRCTCનું આ પેકેજ વન ડે સીટી ટૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here