વંથલીના બંટીયામાં પાક નિષ્ફળ જતા દેવું વધી ગયું, ખેડૂતે જાત જલાવી જીવન ટૂંકાવ્યું

0
38

વંથલી: વંથલી તાલુકાનાં બંટીયા ગામે રહેતા હરસુખભાઇ જીવાભાઇ આરદેશણા (ઉ. 55) નામના ખેડૂતે પાક નિષ્ફળ જતા શરીરે કેરોસીન છાંટી જાત જલાવી દીધી હતી. તેને 108માં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

મૃતકનાં ભાઇ કિરીટભાઇએ તેમના ભાઇ પર કરજ વધી જતાં અંતિમ પગલું ભર્યું હોવાની કેફિયત આપી હતી. કિરીટભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હરસુખભાઇ પર ગ્રામીણ બેંક અને જમીન વિકાસ બેંકનાં મળી અંદાજે 14 થી 15 લાખનું દેવું ચઢી ગયું હતું.  તેઓ હપ્તા ભરી શકતા નહોતા. આથી તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ગુમસુમ રહેતા હતા. એવામાં આ વખતે કપાસનો પાક માંડ 50 ટકા જેવો થયો. વળી જમીનમાં પાણી પણ નહોતું. મૃતકને સંતાનોમાં 3 પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here