Saturday, June 3, 2023
Homeગુજરાતવંથલી-કેશોદ હાઈવે પર કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત

વંથલી-કેશોદ હાઈવે પર કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત

- Advertisement -

જૂનાગઢ જિલ્લાના વંથલી-કેશોદ હાઈવે પર પેટ્રોલપંપ નજીક એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા બાઈકસવાર આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વંથલી સોમનાથ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા બપામ્યો છે.

આજે વંથલી-કેશોદ વચ્ચે પેટ્રોલપંપ પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ગોવિદભાઈ ડાભી નામના આધેડનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થલ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular