Wednesday, December 8, 2021
Homeવગર પૈસે અથવા માત્ર 5-10 હજારમાં શરૂ કરી શકો છો આ બિઝનેસ
Array

વગર પૈસે અથવા માત્ર 5-10 હજારમાં શરૂ કરી શકો છો આ બિઝનેસ

જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો, પરંતુ તમારી પાસે પૈસા નથી અથવા લાખો રૂપિયા નથી તો પરેશાન થવાની કોઇ જરૂર નથી. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કેટલાક એવા બિઝનેસ જેનાથી તમે પૈસા વગપ અથવા 5-10 હજાર રૂપિયાનું રોકાણ કરીને શરૂ કરી શકો છો. આ વેપારોની હંમેશા માર્કેટમાં ડિમાન્ડ રહે છે અને એમાં તમે સારો એવો નફો પણ કરી શકો છો.

આવી રીતે શરૂ કરો પૈસા વગર બિઝનેસ
મોટાભાગે બિઝનેસની સરૂઆતમાં સૌથી વધારે સમસ્યા રૂપિયાની આવે છે. કેટલીક વખત રૂપિયાની ખામીને કારણે સારી શરૂઆત બાદ પણ બિઝનેસ બંધ થઇ જાય છે. જો તમારી પાસે રૂપિયાની કમી છે તો સારું એ થશે કે તમે તમારી સ્કિલ પર ભરોસો કરો. એ વાત તરફ વિચારવાનું શરૂ કરો કે તમારી પાસે એવી કઇ ખાસ સ્કિલ છે, જે નવો બિઝનેસ શરૂ કરવામાં તમારી મદદ કરી શકે છે.

જે કામમાં માહિર છો એનાથી જોડાયેલો બિઝનેસ કરો
જો તમે બિઝનેસ શરૂ કરી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે કઇ ચીજનું પ્રોડક્શન કરી રહ્યા છો. તમે કોઇ એવી ચીજનું પ્રોડક્શન કરો જેનો ખર્ચ ખૂબ જ ઓછો હોય અને એ ચીજો બજારમાં 5 ગણી વધારે કિંમત પર વેચાય. પ્રયત્ન કરો કે આ ચીજોને ઘરમાં જ બનાવી શકો અને એના માટે જરૂરી ચીજો ઘરે જ મળી જાય. એમાં હેન્ડમેડ અને ઓર્ગેનિક ગુડ ઉપરાંત બાળકોના રમકડાં અને જ્વેલરીનો સામામ સામેલ છે. તમે એને Abe’s, Market, ebay જેવી વેબસાઇટ પર વેચી શકો છો.

આ રીતે પણ કમાઇ શકો છો પૈસા 
જો તમને લાગે છે કે તમે ક્રિએટિવ માણસ નથી અને કંઇ બનાવી શકશો નહીં તો તો તમારા માટે પૈસા વગરનો બિઝનેસ બીજો વિકલ્પ છે. તમે તમારી સર્વિસ વેચીને પણ બિઝનેસ કરી શકો છો. કેટલીક સર્વિસ તમે ડિગ્રી લીધા બાદ આપી શકો છો અને કેટલીક સ્કીલના આધાર પર, ઉદાહરણ તરીકે તમે ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ દર્દીઓને કન્સલટેશન આપીને પૈસા કમાઇ શકો છો. તો બીજી બાજુ ટ્યૂશન, ટ્રાન્સલેશન કરવા જેવા કામોમા તમારી સ્કીલ છે તો પણ તમે પૈસા કમાઇ શકો છો. એમાં કોઇ ખર્ચો પણ નથી.

5 થી 10 હજારમાં શરૂ કરો આ બિઝનેસ 

મોબાઇલ રિચાર્જ અને સિમ કાર્ડ શોપ
આ બિઝનેસમાં તમારે માત્ર 3 થી 5 હજાર શરૂઆતનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસ હંમેશા ડિમાન્ડમાં રહે છે. તમે ઘરમાં અથવા કોઇ પણ દુકાનમાં આ બિઝનેસ શરૂ કરી શકો છો.

શૂ વોશ લોન્ડ્રી
અત્યાર સુધી માત્ર કપડાની જ લોન્ડ્રી શોપ હતી, પરંતુ હવે એવા મશીનો આવી ગયા છે જેનાછી જૂતાની સફાઇ થાય છે. આ કામને શરૂ કરવા માટે તમારે માત્ર 4 થી 5 હજાર રૂપિયા લગાવવા પડશે.

બ્રેકફાસ્ટ શોપ
ગમે તેટલી મંદી હોય કે મોંઘવારી હોય લોકો ખાવાનું છોડતા નથી. એવામાં આ બિઝનેસ જોરદાર રીતે થઇ શકે છે. સામાન્ય રીતે લોકો સવારે ઓફિસ જવાની જલ્દી માં નાશ્તો કરી શકતા નથી. ખાસકરીને એ લોકો જે એકલા હોય છે. એવામાં તમે બ્રેકફાસ્ટ શોપ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો.મિનરલ વોટર સપ્લાયલોકોની વચ્ચે મિનરલ વોટરની ડિમાન્ડ વધી રહી છે. ગરમીમાં તો પાણીની ડિમાન્ડ વધારે રહે છે. એવામાં તમારા માટે આ બિઝનેસ એખ સારો વિકલ્પ હોઇ શકે છે. તમારે શરૂ કરવામાં માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ગાર્મેન્ટ ટેલર
જો તમને સિલાઇ કરતા આવડે છે તો તમારી આવડતને કમાણીનો દ્વાર બનાવી શકો છો. માત્ર 10 હજાર રૂપિયામાં તમે આ વેપાર શરૂ કરી શકો છો.

કોલ્ડ્રીંક અને સ્નેક્સનું વેંચાણ
હાલ લોકોને ફાસ્ટફૂડ ખૂબ જ લોકપ્રિય છે. એવામાં તમે 8 થી 10 હજાર રૂપિયામાં બિઝનેસ શરૂ કરી શકો છો.

પ્લાન્ટ નર્સરી
પોતાના ઘરોની બાલ્કનીમાં છોડ લગાવવાનું લોકોને પસંદ હોય છે. હવે તો ઇન્ડોર પ્લાન્ટ્સનું ચલણ પણ ખૂબ વધી ગયું છે. એવામાં પ્લાન્ટ નર્સરી એક સારો બિઝનેસ છે. આ બિઝનેસને 10 હજાર રૂપિયામાં સરળતાથી શરૂ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments