વડગામમાં પત્નીએ પ્રેમીને પામવા પતિનું કાસળ કાઢ્યું, પત્ની અને પ્રેમીની ધરપકડ

0
41

વડગામઃ વડગામની એક મહિલાએ પોતાના પતિની પ્રેમી પાસે હત્યા કરાવી પતિના મૃતદેહને ફેકી દીધો હતો.જેને લઇ વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસએ ગણતરીના સમયમાં જ હત્યારાઓને ઝડપી લઇ તપાસ કરતાં આરોપીઓએ ગુનો કબૂલી પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું.

વડગામના આંબેડકરનગર પરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પાનાભાઇ પરમાર (ઉ.વ આશરે 38)ના લગ્ન વડગામ તાલુકાના પિરોજપુરા (છાપી) ખાતે જશોદાબેન સાથે કરાયા હતા.આ બંન્નેના ઘર સંસાર દરમ્યાન ચાર સંતાન થયાં હતાં.બે વર્ષ પહેલાં જ જશોદાબેનને વડગામ તાલુકાના કોટડી ગામના નરેશભાઈ કાન્તીભાઈ પરમાર સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.રવિવારે સાંજે સુરેશભાઈ અને તેમની પત્ની જશોદાબેન વચ્ચે ઝઘડો થતાં જશોદાબેનએ પોતાના પ્રેમીને ફોન કરી પતિ તેને હેરાન કરતો હોઇ એમ જણાવી તેને મારી નાખવા જણાવ્યું હતું. અને જો તું તેને નહી મારે તો હું જાતે મરી જઇશ તેવું જણાવ્યું હતું.બાદમાં આ મહિલાના પ્રેમીએ પ્રેમિકાના પતિને મારવા સાડા આઠ વાગ્યાની આસપાસ સુરેશભાઇના મોબાઈલ પર ફોન કરીને હું મેમદપુર ગામમાંથી બોલું છુ.અને કહ્યું કે એક વર્ધિ છે.

એક કાકાને વડગામ દવાખાને લઇ જવાના છે.તો આવો છો તેમ કહેતાં બાદમાં આ યુવકે કઇ જગ્યાએ આવવાનું કહેતાં તમે મેમદપુર જવાના રસ્તા પર આવો હું રસ્તામાં જ બાઇક લઇને ઊભો છું તેમ જણાવતાં આ યુવક રીક્ષા લઇને મેમદપુર વર્ધિમા જવાનું કહીને નિકળ્યો હતો. વડગામ મેમદપુર વચ્ચે આવેલા લક્ષ્મણ ટેકરી નજીક આવેલા એક ખેતર જવાના રસ્તા પાસે બાઇક ઉભું રાખીને રીક્ષા સાથે યુવકને લઈ જઈને ખેતરમાંથી કાકાને લાવે છે.તેમ કહીને ઉભા રહેતા આ રીક્ષા ચાલક નિચે ઉતરીને રાહ જોઇ રહ્યો હતો. ત્યારે પાછળથી નરેશભાઈ પરમાર દ્વારા શર્ટના પાછળના ભાગે સંતાડેલા ધોકો માથાના ભાગે મારતા સુરેશભાઇ બેભાન થઈને નિચે પટકાઇ જતા જશોદાબેનનો પ્રેમી નરેશ પરમાર તેની છાતી ઉપર બેસી જઇને છાતી તેમજ માથાના ભાગે બોથડ વસ્તુ મારી ગળુ દબાવી દઈને મોતને ઘાટ ઉતારી પોતે ભાગી ગયો હતો. મોડે સુધી વર્ધિમાં ગયેલા સુરેશભાઈ ઘરે ન આવતાં તેમના પરીવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ ન મળતાં હારી થાકીને રાત વિતાવી હતી.

જ્યારે સવારે મેમદપુરની સીમમાં કોઇ લાશ પડી હોવાનું તેના કુટુંબીજનોને ભાન થતાં તેનો ભાઇ દોડી જઇને તપાસ કરતાં તેના ભાઈની લાશ હોવાનું જાણવા મળ્યું હતું.અને આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને વડગામ સી.એચ.સી.મા પીએમ માટે પહોચાડી હતી.બાદમાં તપાસ કરતાં યુવકના હત્યારા શંકાસ્પદ યુવકને ગણતરીના સમયમાં જ ઝડપી લઇને કડક પુછપરછ હાથ ધરતાં આ યુવક પડી ભાગ્યો હતો.અને પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.પોલીસ દ્વારા નરેશભાઈ કાન્તીભાઈ પરમાર અને મૃતક યુવક સુરેશની પત્ની જશોદાને ઝડપી હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

હત્યાના સમાચાર જાણતા જ એસ.પી.પ્રદિપ સેજુળ તેમજ ડીવાયએસપી એ.આર.જનકાત વડગામ દોડી આવીને એફએસએલ ની મદદ લઇને ગુનો ડીટેક્ટ કરવા જહેમત ઉઠાવી હતી ગણતરી ના સમય માં હત્યારાને ઝડપી લીધો હતો પ્રેમ પ્રકરણ માં પત્ની એ જ પ્રેમી પાસે પોતાના પતિની હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here